હવેના સમયમાં આપણી જીવનશૈલી એકદમ ફાસ્ટ બની ગઈ છે. સવારે ઉઠતાની સાથે જ દોડતા હોઇએ છીએ. કામ અને જવાબદારીઓને કારણે આપણે ઘણી વખત સાથે લાવેલુ ટિફિન પણ ખાઇ નથી શકતા. આ પ્રકારનું રોજબરોજ ચાલતુ રહે અને પછી છેલ્લે અસર પડે શરીર પર. શરીરમાં પ્રવેશવા લાગે નવા નવા રોગો. તેમાંનો જ એક રોગ એટલે કોલેસ્ટ્રોલ. જે તમારા કોલેસ્ટ્રોલ સહિત હૃદય રોગના સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. તેમજ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી લોકોમાં સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધે છે. ત્યારે આ રોગમાં કયા શાકભાજી છે જેને ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ ગાયબ થઇ જાય છે.
આપણામાંથી ઘણા એવા લોકો છે જેમને દૂધીનું શાક પસંદ નથી, પરંતુ જો આપણે તેના ફાયદાઓ વિશે જાણીએ તો દરેક વ્યક્તિ તેને રોજિંદા આહારમાં સામેલ કરવાનું પસંદ કરશે. દૂધી ખાવાથી તમે ઘણી બીમારીઓથી રાહત મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે તેમાં ઘણા પ્રકારના પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. ખાસ કરીને તેમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ પોષક તત્વો શરીરની ઘણી જરૂરિયાતો પૂરી કરે છે. આ સિવાય દૂધીનો રસ પણ કંઇ દવાથી ઓછો નથી.
આ માટે એક દૂધી લો અને તેની છાલ ઉતારી લો અને બીજને સારી રીતે અલગ કરી લો. પછી તેમાં 15-20 ફુદીનાના પાન પણ ઉમેરો, હવે તેમાં એક ચમચી જીરું, 2-3 ચમચી લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ત્યારબાદ બધી વસ્તુઓને મિક્સરમાં ભેળવીને થોડું પાણી ઉમેરો એટલે બનીને તૈયાર થઇ જશે દૂધીનો જ્યુસ . સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ આ જ્યુસનું સેવન કરો અને 90 દિવસ સુધી સતત આમ કરતા રહો અને સાથે જ બાકીના ખોરાક પર નિયંત્રણ રાખવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થઇ શકે છે.
જે લોકો આલ્કોહોલ અને સિગારેટનું નિયમિત સેવન કરે છે તેઓ જાતે જ પોતાના શરીરને ખોખલુ કરી રહ્યા છે. કારણ કે ધુમ્રપાનથી લીવર અને હૃદય બંનેને નુકસાન થાય છે. આ બે આપણા શરીરના મહત્વના અંગો છે. જ્યારે આપણે દરરોજ આલ્કોહોલ અને તેલયુક્ત વસ્તુઓનું સેવન કરીએ છીએ અને જો આપણે સિગારેટ વધુ પીતા હોઈએ તો તે આપણા લીવરમાં સોજો આવવા લાગે છે. તેની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. પરંતુ આવી સ્થિતિમાં દૂધીનો રસ તમારા માટે એનર્જી ડ્રિંકનું કામ કરશે.. દરરોજ ખાલી પેટે દૂધીના જ્યુસનું સેવન કરો થોડા દિવસોમાં તમારા શરીરમાં ફાયદો દેખાવા લાગશે.