કોરોના વાયરસ એ દેશ અને દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ચીનથી શરુ થયેલા કોરોનાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ઈન્ટરનેશનલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. દરેક વ્યક્તિ ફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ જરુર કરે છે. આથી જો તમને પણ કોરોના વાયરસના આક્રમણથી બચાવું હોય તો આ વસ્તુઓનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ.
અલગ-અલગ ખિસ્સામાં રાખો મોબાઈલ અને રુમાલ
પોતાનો મોબાઈલ અને રુમાલ એક ખિસ્સામાં રાખવો ન જોઈએ. આમ કરવાથી ઈન્ફેક્શન ફેલાઈ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો કોઈ પણ વ્યક્તિ છીંક ખાઈ રહ્યો છે તો તેને પોતાની સાથે રુમાલ નહીં ટીશ્યૂ રાખવો જોઈએ.
હાથ સાબુથી ધુઓ
ફોન અથવા લેપટોપનો ઉપયોગ કર્યા પછી પોતાના હાથ સાબુથી ધુઓ.
સેનેટાઈઝર જરુર રાખો
સાઈબર કાફેમાં પબ્લિક કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરો. ગ્લવ્ઝનો ઉપયોગ કરો. એક્સપર્ટ્સનું કહેવું છે કે પોતાની સાથે સેનેટાઈઝર જરુર રાખો.
પાણીથી ફોન સાફ કરો
પોતાનો ફોન વોટરપ્રુફ હોય તો તેને પાણીથી સાફ કરો અથવા તો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
લેપટોપ પણ કરો સાફ
લેપટોપ સાફ કરવા માટે હેન્ડ સેનિટાઈઝર લો અને ટીશ્યૂ પેપરથી સારી રીતે સાફ કરો. જે પછી જ ઉપયોગમાં લો.
ઈયરફોનનો કરો ઉપયોગ
ઈયરફોનથી કોલ કરવા પર ચહેરા પર ઈન્ફેક્શન ફેલાવાનો ખતરો ઓછો હોય છે. આથી ફોનનો ઉપયોગ ઓછો કરો.
સેનેટાઈઝરથી સાફ કરો ઈયરફોન
ઈયરફોન સાફ કરવાનું ન ભૂલો. આ માટે પણ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો. કોઈ સાથે પણ શૅર ન કરો.
ગેજેટને રોજ સાફ કરો
કોરોના વાયરસ જ્યાં સુધી ખતમ નહીં થાય ત્યાં સુધી પોતાના ગેજેટની સફાઈ ઓછામાં ઓછી એકવાર તો કરવાની આદત પાડી જ દો.
બીજા ગેજેટ્સને ટચ ન કરો
બીજાના ફોન અથવા તો લેપટોપને ટચ ન કરો. પોતાના ગેજેટ બીજાને ન આપો. જેથી તમે વાયરસના ખતરાથી બચી શકો છો.