કોરોના મહામારીની બીજી લહેરે સમગ્ર દેશને પોતાના ભરડામાં લીધો છે. તેમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે.
વર્તમાન સમયમાં રાજ્યમાં કોરોના પોઝિટિવ એક્ટીવ પેશન્ટની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. રાજ્યમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ ચાર મહાનગરોમાં જોવા મળી રહી છે. લોકો પોતાના સ્વજનને બચાવવા માટે હૉસ્પિટલના બેડ અને રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા લાઈનો લગાવી રહ્યા છે.
ત્યારે રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન whoએ એક રિપોર્ટના આધારે તારણ કાઢ્યુ છે કે રેમડેસિવીર ઈન્જેક્શન કોરોનાથી મૃત્યુ દર ઓછો કરવામાં મદદરુપ થતુ નથી. એક રિપોર્ટમાં જણાવાયુ છે કે, યુરોપના 30 અલગ અલગ દેશોના 405 હૉસ્પિટલના 5 હજાર 451 પેશન્ટ પર 10 દિવસનો રેમડેસિવીર ઇન્જેક્શનનો કોર્સ આપવા આવ્યો. જેના ડેટાના આધારે જોવા મળ્યું કે, રેમડેસિવીર ઇન્જેક્શનએ મૃત્યું દર ઓછો કરવા માટે મદદ રૂપ થતું નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ પણ આ ડેટાના આધારે અભ્યાસ કરી જણાવ્યું છે કે, રેમડેસિવીર ઇન્જેક્શન એ મૃત્યુ દર ઓછો કરવા માટે મદદ રૂપ સાબિત થતું નથી.જો રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવો હોય તો તે શરતી ભલામણ કરવામાં આવી છે.