કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે જે રીતે માસ્ક જરૂરી છે એ જ રીતે ગ્લોવ્સ પણ જરૂરી છે. ગ્લોવ્સ હાથોને અને વાયરસ હોય એ સપાટીને સ્પર્શ કરતા રક્ષણ આપે છે. વળી આ હાથને કેમિકલ, બેક્ટેરિયા, ફુગ અને વાયરસ વગેરેથી બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. નાઇટ્રાઇલ ગ્લોવ્સનો ઉપયોગ મુખ્યત્વે મિકેનિક, ટેકનિશિયન, ટેટૂ બનાવતા લોકો વધારે કરે છે.
કારણ કે આ તેલ, ગ્રીસ, કેમિકલ વગેરેથી બચાવવાની સાથે અન્ય સૂક્ષ્મ જીવોથી થતી બિમારીઓ સામે રક્ષણ કરે છે. આ ગ્લોવ્સ covid-19 જેવા રોગચાળા સામે રક્ષણ કરવામાં અસરકારક બની શકે છે. સાથે સાથે જો બજાર કે કોઈ દુકાનમાંથી સામાન ખરીદો તો એનો ઉપયોગ કરી શકો છો. આ ડિસ્પોઝેબલ છે અને એક વાર ઉપયોગ કર્યા પછી ડિસ્પોઝેબલ બેગમાં મૂકી દો, જેથી સંપર્કમમાં કોઈ અન્ય વ્યક્તિ ન આવી શકે. ગ્લોવ્સનો ઉપયોગ કરતા આટલી બાબતો ધ્યાનમાં રાખો.
સફાઈ સમયે ગ્લોવ્સ પહેરો
જ્યારે ઘરની સાફસફાઈની વાત આવે છે, ત્યારે ગ્લોવ્સ અને હવાના ઉચિત અવરજવર માટે બે મહત્ત્વપૂર્ણ તત્ત્વો સામેલ છે. જો ઘરમાં કોઈ covid-19થી બિમાર છે, ત્યારે ઘરની સફાઈ અને કીટાણુનાશકનો ઉપયોગ કરવા માટે વિશેષ ગ્લોવ્સ તૈયાર કરવા જરૂરી છે.
ગ્લોવ્સ પહેરતા અગાઉ અને પછી હાથ ધુઓ
ગ્લોવ્સ પહેરતા અગાઉ અને પછી હાથ ધોવા જોઈએ. આ માટે ઓછામાં 20 સેકન્ડ સુધી સાબુ કે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર સાથે પોતાના હાથ ધુઓ.
બિમાર વ્યક્તિની સારસંભાળમાં ગ્લોવ્સનો ઉપયોગ કરો
કોવિડ-19 દ્વારા સંક્રમિત વ્યક્તિના ગંદા કપડા ધોતા સમયે ગ્લોવ્સ પહેરવા જરૂરી છે. પોતાના ગ્લોવ્સ પછી ફેંકી દો અને પોતાના હાથને સારી રીતે ધુઓ.
ગ્લોવ્સને કાઢવામાં ઉતાવળ ન કરો
ગ્લોવ્સ ઉચિત રીતે ઉતારો. ઉતાવળ ન કરો. આ માટે આંગળીઓને બીજા ગ્લોવ્સમાં નાંખો અને એને ધીમે ધીમે પોતાનો હાથ સરકાવીને ઉતારો. ગ્લોવ્સને સાવધાનીપૂર્વક ઉતારવા જરૂરી છે.
ગ્લોવ્સ ધારણ કરતા ચહેરાનો સ્પર્શ ન કરો
સપાટી પરના વાયરસ હાથને બદલે ગ્લોવ્સને ચિપકી જાય એવું બની શકે છે. એટલે ગ્લોવ્સ ધારણ કર્યા હોય ત્યારે તમારા ચહેરાનો સ્પર્શ ન કરો.