ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે..ભારતમાં પણ કોરોનાનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તે ચિંતાજનક છે….
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રાખ્યો છે. આ વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે.
આ તરફ કોરોના વિરુદ્ધ ભારત દ્વારા ઉઠાવાઇ રહેલા પગલાઓની સમગ્ર વિશ્વમાં સરાહના થઇ રહી છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થય સંગઠને ભારતના ખુબ જ વખાણ કરી રહ્યા છે. WHOએ કહ્યું કે, કોરોના વિરુદ્ધ ભારતે કારગર પગલા ઉઠાવ્યા છે. બસ, ટ્રેન અને મેટ્રોને બંધ કરવાનો એક સારો નિર્ણય છે.
મહત્વનું છે કે કોરોના વાયરસના કારણે દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લા લોકડાઉન કરાયા છે.. ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે..