વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરી રહ્યાં ચે. વડાપ્રધાને મન કી બાત દ્વારા દેશને સંબોધિત કરતા કહ્યું કે, તેઓ દેશવાસિઓ પાસે ક્ષમામાગે છે, કારણ કે કેટલાક એવા નિર્ણય લેવા પડી રહ્યાં છે, જેથી દેશે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમ મોદીએ ગરીબોની વિશેષ ક્ષમા માગી છે.
દુનિયાભર સહિત ભારતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જો કે આ વચ્ચે પીએમ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે કરવામાં આવી રહેલ મન કી બાત કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ ડોકટર સાથે ટેલિફોનિક પર વાતચીત કરી. ડોકટર નીતેશ ગુપ્તા સાથે પીએમ મોદીએ ટેલિફોનિક વાતચી કરી. પીએમ મોદીએ કહ્યું ડોકટરોએ પ્રથમ પંક્તિએ મોરચો સંભાળ્યો છે. ડોકટરેએ કહ્યું કોરોના ગ્રસ્ત દર્દીઓ હિંમત રાખે.
તેની સાથે કોરોના સંક્રમણથી રિકવર થયેલા અશોક કપૂર સાથે ટેલિફોનિક વાતચીત કરી. આગ્રાના અશોક કપૂર હાલ સંપૂર્ણ સ્વસ્થ થઇ ઘરે પહોંચ્યાં છે. તેમણે કહ્યું મારા પરિવારમાંથી 6 લોકો સંક્રમિત હતા. પરિવારના તમામ લોકો માટે અલગ-અલગ વોર્ડમાં રખાયા હતા.
પીએમ મોદીએ મન કી બાતમાં આ મુખ્ય મુદ્દાની વાત કરી
સોશિયલ ડિસટન્સ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડો
બેકિંગ સેવાઓ ચાલુ છે, બેકિંગ કર્મચારીઓ બેંકમાં આવે છે
હોમકોરોન્ટાઇન દર્દીઓ સાથે ગેરવર્તન ન કરો
કોરોના ન ફેલાય તેથી તેમને હોમકોરોન્ટાઇન કરાયાં છે
પીએમ મોદીએ કોરોના વચ્ચે ડોકટરો સાથેની વાતચીતવચ્ચે આચાર્ય ચરકને યાદ કર્યાં.
કોરોનાને લઇને વિદેશમાં સ્તિથિ કથળી રહી છે
ભારતમાં સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
સેનેટાઇઝર ન હોય તો સાબુથી પણ હાથ ધોઇ શકો છો.
બેકિંગ સેવાઓ ચાલુ છે, બેકિંગ કર્મચારીઓ બેંકમાં આવે છે
હોમકોરોન્ટાઇન દર્દીઓ સાથે ગેરવર્તન ન કરો
કોરોના ન ફેલાય તેથી તેમને હોમકોરોન્ટાઇન કરાયાં છે
પીએમ મોદીએ કોરોના વચ્ચે ડોકટરો સાથેની વાતચીતવચ્ચે આચાર્ય ચરકને યાદ કર્યાં.
કોરોનાને લઇને વિદેશમાં સ્તિથિ કથળી રહી છે
ભારતમાં સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
સેનેટાઇઝર ન હોય તો સાબુથી પણ હાથ ધોઇ શકો છો.
તેની સાથે પીએમ મોદીએ કરી આ મહત્વની વાતો અને કરી જનતાને અપીલ
1)તેની સાથે પીએમ મોદીએ આ મહત્વના મુદ્દાઓ પર વાત કરી તેમને કહ્યું કે મને જાણવા મળ્યું છે કે કોઈ કોરોનાના શંકાસ્પદો અને પીડિતોની સાથે ભેદભાવ કરી રહ્યાં છે. આપણે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું છે, પરંતુ ઇમોશનલ ડિસ્ટન્સ ઓછું કરવાનું છે.
2)આજના મુશ્કેલ સમયમાં દુકાનદાર, ડ્રાઇવર્સ, વર્કર્સ, બેન્કિંગ ક્ષેત્રના લોકો જોખમ ઉઠાવીને કામ કરી રહ્યાં છે. ઈ-કોમર્સ કંપનીઓના લોકો આવા સમયે ડિલિવરીના કામમાં લાગેલા છે. ફોન અને ઈન્ટરનેટ સેવાઓમાં લોકો લાગેલા છે. બધા દેશવાસીઓ તરફથી આ તમામ લોકો પ્રત્યે ધન્યવાદ વ્યક્ત કરુ છું
3) ડોક્ટરોનો ત્યાગ અને સમર્પણ જોઈને મને આચાર્ય ચરકની વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું- ધન અને કોઈ ખાસ કામના માટે નહીં, પરંતુ દર્દીની સેવા માટે દયાભાવ રાખીને કામ કરે છે, તો સર્વશ્રેષ્ઠ ચિકિસ્તક હોય છે.
4) ડોક્ટર નીતીશ ગુપ્તાએ પીએમ મોદીની સ્થિતિ વિશે જણાવતા કહ્યું, ‘અમે લોકો સેનાની જેમ લાગેલા છીએ. અમને આશા છે કે દરેક દર્દી ફીટ થઈને ઘરે જાય. દર્દીઓનું કાઉન્સેલિંગ પણ કરવું પડે છે, કારણ કે લોકો ડરેલા છે. અમે સમજાવીએ કે તમારો કેસ નોર્મલ છે, ટેસ્ટ નેગેટિવ આવતા જ તમને ઘરે મોકલી દેવામાં આવશે. અમારા સમજાવ્યા બાદ તેમનો વિશ્વાસ વધે છે. અમે અમારી ટીમને પ્રોત્સાહિત કરીએ છીએ.
5) પુણેના ડોક્ટર બોરસેએ પીએમ મોદીને કહ્યું, કોરોનાના શંકાસ્પદોને આપણે સમજાવીએ કે તમે ઘરમાં છો તો એકાંતવાસમાં રહો. વારંવાર તમારે હાથ સાફ કરવાને છે. ભલે સાબુ કેમ ન હોય. મોઢુ ઢાંકીને છીંક ખાવાની છે. મને વિશ્વાસ છે કે આપણે કોરોના સામેની લડાઇમાં વિજય મેળવીશું.
6) કોરોનાના મામલામાં દર્દીઓની સંખ્યા અચાનક વધી જાય છે. વિશ્વના અનુભવ વિદેશોમાં આપણે સારામાં સારી સ્વાસ્થ્ય સેવાને જવાબ આપતા જોયા છે. ભારતમાં આવી સ્થિતિ ન થાય, તેનું આપણે ધ્યાન રાખવાનું છે.