કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી આ વાયરસને કારણે લગભગ આઠ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 147 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે A બ્લડગ્રુપના લોકોને કોરોના વાયરસથી વધારે જોખમ છે.
ચીનમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, A બ્લડગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી વધારે સાવચેત રહેવાના જરૂરત છે. જ્યારે જેનું બ્લડગ્રુપ O છે તે કોરોના વાયરસનનો સારી રીતે સામનો કરી શકે છે. કોરોના વાયરસને લઈને આ રિસર્ચ ચીનના વુહાન અને શેન્જેન શહેરમાં કરવામાં આવ્યું છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે, મરાનારા લોકોમાં A બ્લડગ્રુપ લોકોની સંખ્યા વધારે છે. સાથે જ A બ્લડગ્રુપ લોકો આ વાયરસથી વધારે સંક્રમિત થયા છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકોનું બ્લડગ્રુપ O છે તેની સંખ્યા મરાનારા લોકમાં ઘણી ઓછી છે.
રિસર્ચમાં જાણવા મળ્યું કે, A બ્લડગ્રુપના 38 ટકા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે O બ્લડગ્રુપના 26 ટકા લોકોને જ આ ચેપ લાગ્યો છે. વુહાનથી થોડા દુર આવેલ સેન્ટર ફોર એવિડેન્સ-બેસ્ડ એંડ ટ્રાન્સલેશન મેડિસિનમાં આ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
રિસર્ચમાં વાયરસથી મરનારા 206 રોગીઓની પણ તપાસ કરવામાં આવી. જેમાં 85 ટકા અથવા 41.26 ટકા લોકોનું બ્લડગ્રુપ A હતું. જ્યારે માત્ર 52 લોકોનું બ્લડગ્રુપ O હતું. જણાવીએ કે, વિશ્વમાં લગભગ બે લાખ કોરોના વાયરસના કેસ સામે આવી ચૂક્યા છે.