દેશભરમાં અત્યારે કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થઇ રહ્યો છે.દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 508 થઈ ગઈ છે, જ્યારે 9 લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 101 કેસની પુષ્ટી થઈ ચુકી છે. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે.
દેશમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધિત કરશે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
પાંચ રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. દેશભરમાં લોકડાઉન અને કર્ફ્યૂ લાગુ કરવા માટે પોલીસ રસ્તાઓ પર છે. પોલીસ બેરિકેડિંગ કરીને માત્ર જરૂરી કામો માટે લોકોને અવર જવર કરવા માટેની મંજૂરી આપી રહી છે. દિલ્હીમાં સોમવારે લોકડાઉનના પહેલા દિવસે ઉલ્લંઘન કરવા પર 1012 લોકો પર કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ આંધ્રપ્રદેશ સરકારે કહ્યું છે કે વિદેશથી પાછા આવેલા લોકોની ઓળખ માટે મેડિકલની ટીમો લોકોની ઘરે ઘરે જઈને તપાસ કરશે.
ત્રણ રાજ્યો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાએ તેના ઘણા શહેરોને લોકડાઉન કર્યા છે. દેશના 577 જિલ્લા આ દાયરામાં આવે છે. સાથે જ મહારાષ્ટ્ર, પંજાબ, પુડ્ડચેરી અને રાજસ્થાનમાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ભોપાલ અને જબલપુરમાં સોમવારે અડધી રાતથી કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે.નવા 22 કેસ નોંધાવાની સાથે જો એક્ટિવ કેસ 446 છે. 36 લોકો સાજા થઈ જતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
30 રાજ્યો સંપૂર્ણ પણ લોક ડાઉન
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંપૂર્ણ પણે લોક લાઉન કરી દેવામાં આવ્યા છે. લોક ડાઉનનો સંપૂર્ણ અમલ કરાવવા માટે પોલીસ રસ્તા પર છે. પોલીસ બેરિકેડિંગ લગાવી જરૂરી કામવાળા લોકોને જ અવર-જવર કરવા દેવા દે છે. દિલ્હીમાં સોમવારે લોક ડાઉનનું ઉલ્લંઘન કરનાર 1012 લોકો સામે કેસ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશમાં વિદેશથી પરત ફરનાર લોકોની ઓળખ કરવા માટે આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ રહી છે.
મહારાષ્ટ્ર, પંજાબ, પુડુચેરી અને રાજસ્થાનમાં કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરાઈ છે. ભોપાલ અને જબલપુરમાં અડધી રાતે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો. દેશમાં 557થી વધારે જિલ્લાને લોકડાઉન કરી દેવાયા છે.