આજકાલ વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લીધે લોકોને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, વાયુ પ્રદૂષણની સમસ્યાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે. વધતી જતી ઠંડી અને ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને લોકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શિયાળામાં લોકો સર્દી-તાવ અને સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે. આવામાં ખજૂર ખાવાથી આ સમસ્યાઓથી મુક્ત થઇ શકાય છે. ખજૂરને શિયાળનો માવો પણ કહેવામાં આવે છે. ખજૂરમાં આયર્ન, મિનરલ, કેલ્સિયમ, એમિનો એસિડ પુષ્કળ માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં વિટામીન બી 1, બી 2, બી 3, બી 5, એ 1 અને વિટામીન સી પણ રહેલું છે. શિયાળામાં દરરોજ ખજૂર ખાવી ઘણી લાભદાયી છે કારણ કે તેમા રહેલ ગ્લુકોઝ ઔપ ફ્રોક્યુટોઝ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઘણું મહત્વનું કામ કરે છે અને બિમારીઓથી શરીરને શક્તિ આપે છે. મહત્વનું છે કે, હમણાંથી વધી રહેલા પ્રદુષણને લઈને લોકોને ધૂળ સંબંધિત એલર્જી તેમજ બીમારીઓ થઇ રહી છે. પરંતુ ખજુર આ બીમારીઓને દુર કરવામાં ઘણી મદદરૂપ સાબિત થાય છે. આથી દરરોજ શિયાળામાં ખજૂરનું સેવન કરવું ઘણું ફાયદાકારક છે.