લગ્ન પછી દરેક પુરુષની ઈચ્છા હોય છે કે તેનું લગ્નજીવન સુખી રહે, તેના માટે જરૂરી છે કે તેના શરીરમાં કોઈ નબળાઈ ન આવે. પુરૂષોને પિતા બનવા માટે યોગ્ય સ્પર્મ કાઉન્ટ હોવા ખૂબ જ જરૂરી છે. નહીં તો પ્રજનન શક્તિ નબળી પડશે અને દાંપત્ય જીવનમાં કડવાશ આવી શકે છે. આવી સ્થિતિમાં એક ખાસ ફળના બીજની મદદથી તમે સ્પર્મની સંખ્યા વધારી શકો છો.
અમે વાત કરી રહ્યા છીએ તરબૂચની જે ઉનાળાની ઋતુમાં ખૂબ ખાવામાં આવે છે. જેના કારણે શરીરમાં પાણીની કમી નથી થતી. આપણામાંથી મોટાભાગના લોકો આ રસદાર ફળના ફાયદાઓથી વાકેફ છે, પરંતુ શું તમે તેમાં રહેલા કાળા બીજના ફાયદાઓ વિશે જાણો છો? ફેમસ ન્યુટ્રિશન એક્સપર્ટ ‘નિખિલ વત્સ’એ જણાવ્યું કે પરણિત પુરુષો માટે તરબૂચના બીજના શું ફાયદા છે.
તમે તરબૂચના બીજને સીધા પણ ખાઈ શકો છો. આ સિવાય બીજી રીત છે કે આ બીજને આખી રાત અંકુરિત થવા માટે મુકી દો અને પછી તડકામાં સૂક્યા પછી તેનું સેવન કરો. જો તમે આ બીજને સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો તમે તેને શેકીને ખાઈ શકો છો.
તરબૂચ અને તરબૂચના બીજ, બંને પુરુષોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે સ્પર્મની સંખ્યામાં જબરદસ્ત સુધારો કરે છે. તેમજ સ્પર્મની ગુણવત્તા વધુ સારી કરે છે. જો કોઈ માણસ નિઃસંતાન હોય તો તેણે આ ફળના બીજનું સેવન અવશ્ય કરવું જોઈએ.
પુરુષો માટે તરબૂચના બીજના ફાયદા
• તરબૂચના બીજ ખાવાથી સ્પર્મની સંખ્યા વધુ સારી થવાથી પુરૂષની પ્રજનન ક્ષમતા વધુ સારી બને છે. તેમાં સાઈટ્રલાઈટ હોય છે જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે.
• તરબૂચના બીજમાં ઝિંક જોવા મળે છે જે પુરુષોની પ્રજનન પ્રણાલી માટે જરૂરી છે. તેના શુક્રાણુઓની ગુણવત્તા સુધરે છે અને પિતા બનવામાં કોઈ સમસ્યા નથી આવતી.
• તરબૂચના બીજમાં ગ્લુટામિક એસિડ, મેંગેનીઝ, લાઈકોપીન, લાયસિન અને આર્જીનાઈન મળી આવે છે જે પુરુષોની જાતીય ક્ષમતાને સુધારે છે.
• તરબૂચના બીજ ખાવાથી માત્ર પુરૂષની પ્રજનન ક્ષમતામાં વધારો થતો નથી, પરંતુ પાચન અને હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે.