હવાનું પ્રદૂષણ અત્યારે દેશભરમાં ચિંતાનો વિષય બન્યો છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ હવાનું પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેના પગલે લોકો હવે ઘર માટે પણ એર પ્યોરિફાયર ખરીદી રહ્યા છે. જોકે હવાના પ્રદુષણની સૌથી પહેલી અસર મનુષ્યના ફેફસા પર થાય છે. કેટલાક દિવસોમાં પ્રદુષણ ઘણું વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોકે, આ પ્રદુષિત હવાથી પોતાના સ્વાસ્થ્યને જાળવવું ઘણું અગત્યનું છે. આથી ફેફસાને કલિન કરવા માટે સ્ટિમ થેરાપી ઘણી ઉપયોગી છે. હવામાં પ્રદુષણ વધારે હોય ત્યારે નાસ લેવાથી ફેફસામાં ફસાયેલા કણો નીકળી જાય છે અને શ્વાસ લેવાનું સરળ બને છે. આ ઉપરાંત ગ્રીન ટી પણ પ્રદુષિત વાતાવરણમાં ઘણી ઉપયોગી છે. તેમાં એન્ટિઓકસિડન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. તે ફેફસાના ટીશ્યુને હાનિકારક કણોથી બચાવે છે. આ ઉપરાંત પ્રદુષણનો ખતરો હોય ત્યારે પ્રોસેસ્ડ ફુડથી દુર રહેવું જોઇએ. મધ પણ બહુ ગુણકારી છે.મધમાં બેકટેરિયાને મારવાની ક્ષમતા છે.આ ઉપરાંત મધમાં પણ એન્ટિઇન્ફલેમેટરી, એન્ટિઓકસિડન્ટ તત્વો ભરપુર માત્રામાં હોય છે. આથી દરરોજ એક ચમચી મધ ફેફસાના આરોગ્ય માટે ઘણું લાભદાયી છે.