ડ્રાયફૂટ શરીર માટે ઘણા ફાયદાકારક છે. પરંતુ સૌથી વધુ ફાયદો સુકી દ્રાક્ષ ખાવાથી થાય છે. સૂકી દ્રાક્ષમાં વધુ પોષક તત્વો હોય છે. ઉલ્લેખનીય છે કે, સૂકી દ્રાક્ષ ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. સુકીદ્રાક્ષમાં વધારે પ્રમાણમાં આયર્ન હોય છે. તેને નિયમિત ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. આ ઉપરાંત, ગેસ, એસીડીટી, અને કબજિયાત જેવી બીમારીઓથી છુટકારો મળે છે. દરેક વ્યક્તિએ પાચનતંત્ર મજબૂત બનાવા માટે સુકીદ્રાક્ષનું સેવન કરવું જોઈએ. આયર્ન ઉપરાંત, સુકીદ્રાક્ષમાં લોહત્વ યોગ્ય માત્રમાં મળી આવે છે.
જેથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી. તેનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન સારી માત્રમાં બને છે. એમોનિયાનો ખતરો ઓછો રહે છે. જે લોકો શારીરિક સમસ્યાઓથી પીડાય છે તેઓએ ખાસ સૂકી દ્રાક્ષ ખાવી જોઈએ કારણકે આમ કરવાથી શરીર મજબૂત બને છે. સુકીદ્રાક્ષમાં પ્રોટીન વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે શરીરનું વજન વધારવામાં મદદરૂપ બને છે. ઉપરાંત સુકીદ્રાક્ષમાં વિટામિન ઈ જોવા મળે છે. જે આપણી આંખની દ્રષ્ટિ વધારવામાં મદદ કરે છે.