લોકડાઉનમાં ચાર દિવાલ વચ્ચે ઓછા શારિરીક શ્રમના કારણે લોકો વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાવું અને સેલ્ફ આઇસોલેશનના કારણે ઓછી કસરતના લીધે કરીને લોકોનું પેટ બહાર આવી રહ્યું છે. અને હવે જેમ જેમ લોકડાઉનની સમય મર્યાદા વધી રહી છે તેમ તેમ લોકોની ચરબી પણ વધતા, કેટલાક લોકો માટે આ ચિંતાનો વિષય બન્યો છે.
ચોક્કસથી વધુ પડતી મેદસ્વીતા શરીર માટે નુક્શાન કારક છે. અને તે અનેક બિમારીઓનું ઘર પણ છે. તો આ માટે શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે ખાવામાં સંયમ સાથે ઘરે કસરત કરો. અને પોતાના શરીરનું ધ્યાન રાખો.
જો કે આ સિવાય એક ધરેલું ઉપચાર પણ છે જેનો લાભ તમે ઇચ્છો તો લઇ શકો છો. તેના ઉપયોગથી પણ તમારા વજન ઘટવામાં થોડી મદદ મળી શકે છે. વળી આ ડ્રિંક તમને ઘરના રસોઇના સામાનથી બનાવી શકશો. આ માટે તમારે વધુ મહેનત નહીં કરવી પડે.
આ ડ્રિંક બનાવવા માટે તમારે જીરા અને આદુની જરૂર પડશે. નોંધનીય છે કે જીરાથી શરીરની કેલેરી ઓછી થાય છે અને પાચન શક્તિ વધે છે. આ સિવાય પેટ સંબંધી બિમારીઓમાં પણ આનાથી લાભ રહે છે. સાથે જ આદુ તમારી ઇમ્યુનિટી વધારશે. અને શરીરના બેડ ફેટને કાબુમાં રાખવામાં સહાયરૂપ બનશે. જો તમે આ બંને વસ્તુઓને ભેગી કરીને ડ્રિંક બનાવશો તો તેનાથીત મારા શરીરમાં એનર્જી પણ રહેશે અને વજન કંટ્રોલ કરવામાં મદદરૂપ પણ સાબિત થશે.
આ ડ્રિંકને બનાવવા માટે એક વાસણમાં પાણી લો. તે પછી તેમાં જીરું અને આદુ સારી રીતે મેળવીને ઉકાળો. પછી આ પાણીને ગાળી દો. અને તેને ઠંડું થતા તેમાં લીંબુનો રસ, મધ અને બ્લેક સોલ્ટ નાંખો. અને પછી રોજ સવારે ખાલી પેટ આ પીણું એક કપ જેવું પીવો. જેનાથી વજન ઓછું થશે અને ઇમ્યુનિટી પણ વધશે.
આ ડ્રિંક તમારા શરીરને ડિટોક્સિફાય કરશે. અને હદય માટે પણ લાભકારી સાબિત થઇ શકે છે. હવે લોકડાઉન તમે આ પ્રકારના પીણાં પીને તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. વળી યોગ્ય માત્રામાં હેલ્થી ભોજન અને દિવસની 30 મિનિટ જેવી કસરત કરવાથી તમને લાભ મળશે. અને વજન પણ ઓછું થશે. આ તમારી ઇમ્યૂનિટી વધારશે અને આ સિવાય પેટની સમસ્યાઓમાં રાહત આપવાની સાથે વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થશે