કોરોના વાયરસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે…. છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમણના વધતા જતા કેસો તેમજ 24 કલાકમાં થયેલ ત્રણ મોતના લીધે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ છે. તો ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવના સતત વધતા જતા કેસના કારણે હવે રાજ્ય સરકારે પણ જનતા માટે કેટલાક આકરા નિર્ણય લીધા છે….
કોરોના વાયરસના કારણે ગુજરાત સરકાર સજ્જ છે. અત્યાર સુધીમાં સરકારે પ્રજાલક્ષી 10 મોટા નિર્ણય લીધા છે. ત્યારે હાલ ગુજરાતના 6 જિલ્લા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કચ્છ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સિવાય પણ અન્ય કેટલાક સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રીની અપીલ બાદ રવિવારે જનતા કર્ફ્યૂને સારો પ્રતિસાદ મળ્યો હતો.. કોરોના પગલે સમગ્ર દેશ સતર્ક થયો છે ત્યારે રાજ્ય સરકારે જે જિલ્લામાં કોરોનાના દર્દીઓ મળ્યા તે તમામ જિલ્લાઓ લોકડાઉન કરાયા છે.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત લોકડાઉન કરાયા છે. રાજકોટ અને કચ્છને પણ લોકડાઉન કરાયા છે. આ ઉપરાંત લોકડાઉન કરાયેલા શહેરોમાં ST અને સીટી બસ સેવા બંધ કરાઈ છે. …