શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવા માટે હેલ્ધી ખોરાક લેવો જરૂરી છે જે શરીરમાં રહેલા હાનીકારક ટોક્સિન બહાર કાઢે છે. ખાસ કરીને જે લોકોને વજન ઘટાડવું છે તેને એવો ખોરાક લેવો જોઈએ જે ફેટ બર્ન કરવાની પ્રક્રિયાને આસાન બનાવે. એમાં પણ રોજ સવારે નવશેકા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી અનેક ફાયદા થાય છે. આ એક મેજિક ડ્રિંકનું કામ કરે છે અને તેની અસર થોડા દિવસોમાં જ શરીર પર જોવા મળશે. હેલ્થ ડોક્ટર પણ દરરોજ સવારે આ ડ્રિંક પીવાની સલાહ આપે છે.
લીંબુમાં રહેલું સાઈટ્રિક એસિડ પેટના એસિડિક પીએચ લેવલને નિયંત્રણમાં રાખે છે. જયારે વિટામીન સી વધારે માત્રામાં હોવાથી શરીરના મિનરલ અવશોષિત કરવાની ક્ષમતા વધારે છે. દરરોજ ખાલી પેટ લીંબુ નીચોવી હુંફાળું પાણી પીવાથી અનેક ફાયદા થાય છે.
- શરીરના પાચનતંત્ર માટે ફાયદાકારક છે. ખોરાક જલ્દીથી પછી જાય છે.
- વજન ઓછુ કરવામાં મદદરૂપ નીવડે છે.
- પેટની અનેક સમસ્યાઓ દુર થાય છે જેવી કે અપચો, એસિડિટી અને ઇમ્યુનિટી પાવર વધારે છે.
- શરીરના સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.
- દરરોજ સવારે આ ડ્રિંક પીવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. અને તંદુરસ્ત રહેવાથી મૂડ પણ સારો રહે છે.
- આ ઉપરાંત લીંબુમાં એવા ઘણા ગુણ રહેલા છે જે દાંતનો દુઃખાવો અને શરીરના કોઈ પણ અંગના દુઃખાવામાં રાહત આપે છે.