મનુષ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે જરૂરી આહાર લેવાની ખુબ જરૂર છે. આ સાથે એક્સર્સાઇઝ કરવી પણ તેટલી જ આવશ્યક છે. નિયમિતપણે કસરત કરવી એ સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી છે. પરંતુ માત્ર એક્સર્સાઇઝ કરવાથી સ્વાસ્થ્ય સારું રાખી શકાય તેમ નથી. આ એક્સર્સાઇઝની સાથે જરૂરી ખોરાક લેવો પણ તેટલો જ આવશ્યક છે. જેના માટે પોષક તત્વોથી ભરપુર ખોરાક લેવો આવશ્યક છે. શારીરિક સ્વાસ્થ્ય જ નહી પરંતુ સુંદરતા જાળવી રાખવા માટેનું રહસ્ય પણ હેલ્ધી ખાવામાં જ છે. ઉલ્લેખનીય છે કે, મનુષ્યના સ્વાસ્થ્ય અને શક્તિ માટે સુકા મેવા એટલે કે ડ્રાય ફ્રુટ ઘણા લાભકારક છે કારણ કે, તેમાં પ્રોટીન, ફાયબર, ફાઈટો ન્યૂટ્રીયન્સ, કેલ્શિયમ અને એન્ટી ઓકસિજન જેવા વિટામીન ઈ અને સેલેનિયન જેવા પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. અને ખાસ શિયાળામાં તેને ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. દરેક ડ્રાય ફ્રુટમાં સુંદરતા સાથે જોડાયેલ અલગ ગુણો રહેલા છે. આથી શિયાળામાં ડ્રાય ફ્રુટનું સેવન કરવાથી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે.