વિશ્વમાં અનેક વ્યક્તિઓ વજન ઓછું કરવાના પ્રયાસ કરી રહી છે. વજન ઓછું કરવાના પ્રયાસ કરતી દરેક વ્યક્તિ ખૂબ જ સારી રીતે જાણે છે કે પેટની ચરબી ઓછી કરવી ઘણી જ મુશ્કેલ છે. અનેક વ્યક્તિઓ પેટની ચરબી ઓછી કરવા માટે કસરત કરવાની સલાહ આપે છે, જ્યારે વજન ઓછું કરવાની વાત આવે ત્યારે કસરતની સાથે-સાથે ભોજન પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અનેક એવા ખાદ્યપદાર્થ છે, જેના કારણે પેટની ચરબી બને છે. પેટની ચરબી કેવી રીતે ઘટાડી શકાય?
જો તમે લાંબા સમય સુધી બેસો અને કસરત ના કરો તો તેના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે. વધુ પડતું ભોજન કરવામાં આવે તો પણ પેટની ચરબીમાં વધારો થાય છે. ઘણા લોકોને ખબર હોતી નથી કે તણાવ પેટની ચરબી સાથે સંબંધિત છે, જ્યારે તમે તણાવમાં હો છો ત્યારે તમારું શરીર કોર્ટિસોલ નામના હોર્મોન રિલીઝ કરે છે, જેના કારણે પેટમાં ચરબી જમા થાય છે.અપૂરતી ઊંઘના કારણે તણાવમાં વધારો થાય છે, જેના કારણે પેટમાં ચરબી જમા થવા લાગે છે. અપૂરતી ઊંઘના કારણે ખાવા-પીવાની આદતોમાં ફેરફાર થાય છે, જેના કારણે વજન વધી જાય છે.
સંતુલિત આહારપ્રણાલી અને જીવનશૈલી અપનાવીને વજન ઓછું કરી શકાય છે. બેઠાડું જીવનના કારણે વજન વધતું હોવાના કારણે કસરત કરવી પણ જરૂરી છે. વજન વધવાના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તણાવના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે. આ કારણોસર તણાવમુક્ત જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. નિયમિત સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ પ્રકારની જીવનશૈલી અને આહારપ્રણાલી અપનાવીને તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો.
પેટની ચરબી ઓછી કરવા માટે કયા ફૂડનું સેવન ના કરવું જોઈએ?
- શુગરની માત્રા ઓછી કરી દેવી જોઈએ અને અયોગ્ય ભોજનનું સેવન ના કરવું જોઈએ.
- વધુ પડતું ભોજન કરવાનું ટાળવું જોઈએ.
- તમે કયા આહારનું સેવન કરો છો તે અંગે પણ સાવચેત રહેવું જોઈએ.
- આ પણ ધ્યાન રાખો
- જંક ફૂડ-ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઈએ.
- ઘરે બનેલા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ.
- દિવસમાં ૩૦ મિનિટ કસરત કરવી જ જોઈએ.
- આ પ્રકારની આહારપ્રણાલી અને જીવનશૈલી અપનાવીને તમે શરીરની ચરબી ઓછી કરી
- શકો છો.