કોરોના વાઈરસનો ફેલાવો રોકવા તેમજ આ સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જરુરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે….ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે.તેમજ અત્યાર સુધી 9 લોકોના મોત પણ થઈ ચુક્યા છે.ત્યારે COVID-19નાં હાઈ-રિસ્કવાળા કેસોમાં સારવાર માટે Hydroxychloroquineનો ઉપયોગ કરવામાં આવી શકે છે.આ સલાહ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ તરફથી COVID-19 માટે બનાવવામાં આવેલી નેશનલ ટાસ્ક ફોર્સે આપ્યો છે. આ દવા મુખ્ય રીતથી મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એડવાઇઝરી પ્રમાણે આ દવા એ હેલ્થવર્કર્સને આપવામાં આવી શકે છે જે શંકાસ્પદ અથવા કન્ફર્મ COVID-19 કેસની સેવામાં લાગ્યા છે. આ ઉપરાંત લેબમાં કન્ફર્મ કેસનાં ઘરવાળાઓને પણ આ દવા આપવાની સલાહ આપવામાં આવી છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દવાની સલાહ આપી હતી….આ દવા મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં આવે છે. કોરોના વાયરસની રસી અત્યાર સુધી શોધાઈ નથી. આ દરમિયાન અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે Hydroxychloroquine કોરોના વાયરસની સારવારમાં મદદગાર થઈ શકે છે. અલગ અલગ રિસર્ચ, રિપોર્ટ્સમાં ક્લોરોક્વીન ફૉસ્ફેટ તેમજ Hydroxychloroquine સલ્ફેટને કોરોનાની સારવારમાં મદદગાર છે તેવું કહેવામાં આવ્યું છે. અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આ દાવો કરી રહ્યું છે. ચીનનાં હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ ફેબ્રુઆરીમાં કહ્યું હતુ કે ક્લોરોક્વીન ફોસ્ફેટનાં ઉપયોગથી સારા પરિણામ મળ્યા છે.