આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં સ્વસ્થ રહેવા માટે જરૂરી ખોરાક સાથે જરૂરી કસરત કરવી પણ તેટલી જ આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, આજકાલ લોકોમાં ફીટ રહેવાનો ટ્રેન્ડ વધી ગયો છે. નોર્મલ વોકથી લઈને જીમમાં જતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ માનસિક શાંતિ માટે મેડિટેશન એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ મેડિટેશનના ઘણા ફાયદા છે પરંતુ એક મહત્વનો ફાયદો એ છે કે મેડિટેશન મગજમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને બદલવાની ક્ષમતા ધરાવે છે. આથી ભૂલો થવાની શક્યતા ઓછી રહે છે. ઓપન મોનિટરિંગ મેડિટેશન નામની આ રિસર્ચ માટે 200 લોકો પર પ્રયોગ કરાયો હતો. આ અભ્યાસના પરિણામ જણાવે છે કે, મેડિશન કરવાની જુદી જુદી રીતોમાં અલગ અલગ તંત્રિકા સંબંધિત અસરો થાય છે. મેડિટેશનમાં સામાન્ય રીતે એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. આ રિસર્ચ મુજબ મેડિટેશન ધ્યાન, ભાવનાઓ, વિચારો, સંવેદનાઓને તો કેન્દ્રીત કરે જ છે પણ સાથે જ યાદશક્તિને પણ વધારે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મગજના એ તંતુઓનું રિપેરિંગ કરે છે જે ભૂલવાની ટેવ માટે જવાબદાર હોય છે. રિસર્ચમાં સામેલ ડિરેક્ટોરેટનું કહેવું છે કે,દરરોજ થોડીકવાર કરાતું મેડિટેશન મગજમાં નવા વિચાર, તથા નવા આઈડિયા લાવવાની ક્ષમતા ધરાવે છે.