રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં 116 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે… આરોગ્ય સવિચ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારમાં કેસ વધ્યા છે.
ક્લસ્ટર ક્વોરન્ટાઈન કારણે નવા કેસ પકડાયા છે. રાજ્યમાં સવાર બાદ કોરોનાના વધુ 70 કેસ નોંધાયા છે. આજે 3 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં નવા 44 કેસ નોંધાયા છે. વડોદરામાં 20 નવા કેસ નોંધાયા છે. સ્થિતિ હાલમાં સંપુર્ણપણે કંટ્રોલમાં છે. સરકાર વ્યુહરચના પ્રમાણે આગળ વધી રહી છે. તપાસ વધારાતા આગામી સમયમાં પણ કેસોની સંખ્યા વધશે.
રાજ્યમાં કોરોનાનાં કુલ 378 પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે. 323 દર્દીઓ સ્ટેબલ છે, તો 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે. ભરૂચમાં નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાનાં કુલ 197 પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે. 24 કલાકમાં ગુજરાતમાં 1520 લોકોનાં ટેસ્ટ કરાયા છે. જેમાંથી 116 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી 7718 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. 103 કેસ પેન્ડિંગ છે.