આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે પોષક તત્વ યુક્ત આહાર, જરૂરી કસરત તેમજ પુરતી ઊંઘ લેવી ઘણી આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, ઘણા લોકોને સુતી વખતે ખરાબ સ્વપ્નો આવતા હોય છે. જેથી ઘણા લોકો સુવાથી ડરતા હોય છે. પરંતુ હવે ખરાબ સ્વપ્નોથી ડરવાની જરૂર નથી. કારણ કે, હાલમાં જ અમેરિકામાં કરવામાં આવેલાં રિસર્ચ મુજબ ખરાબ સપના રિઅલ લાઈફમાં ખરાબ પરિસ્થિતિઓ સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.
મળતી માહિતી અનુસાર, અમેરિકાના સરકારી વિભાગ દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 18 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકો પર નિંદ્રા દરમિયાન તેમની મગજની એક્ટિવિટીને ટ્રેક કરવામાં આવતી હતી. જેમાં જોવા મળ્યું કે, ખરાબ સ્વપ્નો દરમિયાન મગજમાં ઈમોશનને કન્ટ્રોલ કરતા ભાગમાં વધારે એક્ટિવિટી જોવા મળે છે. રિસર્ચના ઓથરએ 89 લોકો પર ફરી રિસર્ચ કર્યું. જેમાં તમામ લોકોનું MRI સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ રિસર્ચ પરથી માલુમ પડ્યું કે રાતે આવતા ખરાબ સ્વપ્નો ખરાબ પરિસ્થિતિ સામે લડવા માટે મદદ કરે છે. આથી ખરાબ સ્વપ્ન આવે તો લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી.