અત્યારના સમયમાં મોટાભાગનું કામ કોમ્પ્યુટર અને લેપટોપ પર આધારિત હોય છે. એમાં ઉપરથી કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર ખૂબ ચાલ્યુ અને તેના જ કારણે નાના બાળકોથી માંડીને સૌ કોઇ લેપટોપનો વપરાશ વધવા લાગ્યો. ઘણા લોકો કામમાં એવા ઓતપ્રોત થઇ જાય છે કે ખોળામાં જ લેપટોપ લઇને કલાકો સુધી કામ કરતા રહે. પરંતુ શું તમને ખબર છે આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે ?
આખો દિવસ લેપટોપનો ઉપયોગ એ શરીર પર ખરાબ અસર કરે છે. લેપટોપમાંથી નીકળતી ગરમી આપણી ત્વચા અને આંતરિક પેશીઓને નુકસાન પહોંચાડે છે. લેપટોપ ખોળામાં લઇને લાંબા સમય સુધી બેસવાથી પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા પણ થઈ શકે છે. લેપટોપ કરતા પણ વધુ નુકસાન તેની સાથે જોડાયેલા વાઈફાઈને કારણે થાય છે કારણ કે રેડિયેશન ઈન્ટરનેટ કનેક્શન સાથે સંબંધિત છે.
લેપટોપ માંથી નીકળતી ગરમી સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ નુકસાન પહોંચાડે છે. તેનું કારણ શરીરની રચના છે. સ્ત્રીઓમાં, ગર્ભાશય શરીરની અંદર હોય છે, જ્યારે પુરુષોમાં, અંડકોષ શરીરની બહાર સ્થિત હોય છે, જેના કારણે ગરમીનું કિરણોત્સર્ગ નજીક રહે છે. એટલા માટે પુરુષોએ લેપટોપનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે ઉચ્ચ તાપમાનને કારણે શુક્રાણુની ગુણવત્તામાં ઘટાડો થાય છે, પ્રજનન ક્ષમતામાં સમસ્યા આવી શકે છે.
લેપટોપને પગ પર કે ખોળામાં રાખવાને બદલે ટેબલ પર રાખીને તેનો ઉપયોગ કરો. કેટલાક લોકો લેપટોપનો ઉપયોગ કરતી વખતે પલાઠી પર રાખીને બેસી જાય છે, જેના કારણે લેપટોપનું રેડિયેશન સીધું શરીર પર પડે છે. ઉપકરણમાંથી નીકળતી ગરમી તમને બીમાર કરી શકે છે. લેપટોપનો સતત ઉપયોગ કરવાનું ટાળો. તેનાથી આપણા સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે લેપટોપને ખોળામાં રાખીને કામ કરવાથી લેપટોપમાથી નીકળતા રેડિએશન નુકસાનકારક નીવડે છે. હાર્ડ ડ્રાઈવમાંથી લો ફ્રીક્વન્સી રેડિયેશન બહાર આવે છે, જ્યારે બ્લૂટૂથ કનેક્શનમાંથી એ જ રેડિયેશન બહાર આવે છે. રેડિયેશનની અસરને કારણે તમને નિંદ્રા, ગંભીર માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.