આપણા દેશમાં ઓઈલી ખોરાક ખાવાનું ચલણ ઘણું વધારે છે. સમોસા, ફ્રેન્ચ ફ્રાઈસ, મીઠાઈ અને પુરી સહિત એવી ઘણી વસ્તુઓ છે જેમાં તેલનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. આ બધી વસ્તુઓ આપણે ખૂબ ચાહ સાથે ખાઈએ પણ છીએ. જેના કારણે ધીમે ધીમે ખરાબ કોલેસ્ટ્રોલ આપણા લોહીમાં જમા થવા લાગે છે.
આ એલડીએલની વધતી જતી માત્રાને કારણે હાર્ટ સુધી લોહીની સપ્લાયમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. આ બ્લોકેજને કારણે બ્લડ પ્રેશર વધવા લાગે છે જે પાછળથી હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું કારણ બની જાય છે. જો તમે ઘરમાં રહીને કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખશો તો હાઈ બીપીની ફરિયાદ દૂર થઈ જશે.
મીઠુ ઓછું ખાઓ
મીઠા વગર કોઈપણ ખાદ્યપદાર્થનો સ્વાદ આવતો નથી. પરંતુ તેનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે વ્યક્તિએ દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઈએ. હકીકતે મીઠામાં હાજર સોડિયમને કારણે બ્લડ પ્રેશર વધે છે. કેટલાક લોકોને ભોજનમાં ઉપરથી મીઠું નાખવાની આદત હોય છે. આજે જ તેને પ્રમાણસર ખાવાનું શરૂ કરો.
સ્ટ્રેસ ઓછો કરો
આજકાલ કામના દબાણ અને પારિવારિક જવાબદારીઓને કારણે ટેન્શન અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓ થવી સામાન્ય વાત છે. જેના કારણે બ્લડપ્રેશર વધવું સામાન્ય છે. તેથી, નાની સમસ્યાઓને લઈને તમારા મન પર ભાર ન આપો.
ફિઝિકલ એક્ટિવિટીઝ કરો
જો તમે રોજિંદા જીવનમાં વર્કઆઉટ નથી કરતા તો બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે. આ માટે તમે ઘરમાં જ હેવી વર્કઆઉટ કરી શકો છો. આ માટે તમારે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવો, ભારે ડોલ ઉપાડવી, દોરડા કૂદવા, ઘરની છત પર ચાલવું, આમ કરવાથી કોલેસ્ટ્રોલ અને બીપી કંટ્રોલમાં રહેશે.
ચા કોફીનું સેવન ઓછુ કરો
આપણામાંથી ઘણા એવા છે જેઓ સવારની શરૂઆત ચા કે કોફીથી કરે છે અને સાંજ સુધીમાં આપણે ઘણા કપ ચા કે કોફી ચી ચુક્યા હોયએ છીએ. આવું કરવું આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી કારણ કે આ પીણાંમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધારે છે. તેથી ચા અથવા કોફી મર્યાદિત માત્રામાં પીઓ અથવા તે સંપૂર્ણપણે બંધ કરી દો