પુરુષોનું જીવન હંમેશા ભાગદોડથી ભરેલું હોય છે. એટલા માટે પુરુષોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.એવામાં જાણો કે પુરુષોએ કયા લક્ષણોને અવગણવા જોઈએ નહીં? પથારીમાંથી ઉઠતા જ આપણને ખૂબ તાવ અથવા કોઈ ભાગમાં તીવ્ર દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. સામાન્ય રીતે પુરુષો આ સમસ્યાને નજરઅંદાજ કરે છે. પરંતુ પુરૂષોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને શરીરની કોઈપણ તકલીફને નજરઅંદાજ ન કરવી જોઈએ. કારણ કે આ લક્ષણો આજે તમને નાના લાગે છે, પરંતુ તે કોઈ ખતરનાક રોગના સંકેત પણ હોઈ શકે છે.
છાતીમાં દુખાવો
ઘણી વખત લોકો અચાનક છાતીમાં થતા દુખાવાને સ્વાસ્થ્ય સમસ્યા માનીને નજરઅંદાજ કરે છે. જો તમે દર્દના કારણે યોગ્ય રીતે કામ કરી શકતા નથી તો તે હાર્ટ એટેકનું પણ કારણ બની શકે છે.
ટૂંકા શ્વાસ
અચાનક શ્વાસ લેવામાં તકલીફ ફેફસાની સમસ્યા હોઈ શકે છે. જો તમને સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને તમને થાક લાગે તો તેને મામૂલી ન સમજો. તેનાથી હાર્ટ ફેલ અથવા હૃદય સંબંધિત અન્ય બીમારીઓ થઈ શકે છે. આ સિવાય અસ્થમાના કારણે પણ આવું થઈ શકે છે.
ઝડપથી વજન ઘટવું
ઝડપી વજન ઘટવું એ સારી બાબત નથી. જો તમે વજન ઘટાડવાની કોશિશ નથી કરતા અને તેમ છતાં તમારું વજન ઓછું થઈ રહ્યું છે તો તે કેન્સરની નિશાની પણ હોઈ શકે છે. જો આવું થાય તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
તીવ્ર તાવ આવવો
જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી 103 ડિગ્રીથી વધુ તાવ રહેતો હોય તો તે ખતરનાક બની શકે છે. જો આવું થાય તો તમને ન્યુમોનિયા, મગજનો તાવ વગેરેની સમસ્યા થઈ શકે છે. બીજી તરફ લાંબા સમય સુધી તાવ રહેવો એ ઘણા રોગોની નિશાની હોઈ શકે છે. તેથી તેને અવગણશો નહીં.