માસ્ક તમને મર્યાદિત સુરક્ષા આપી શકે છે. પરંતુ માસ્કની સાથે સાથે સતત હાથ ધોવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે તો તે વધારે કારગર નિવડી શકે છે. માસ્ક પહેરીને અનેક લોકો કોરોનાને પ્રસરતો અટકાવવામાં મદદ કરી રહ્યા છે. પરંતુ અનેક લોકો માસ્કને ખોટી રીતે પહેરે છે. જેનાથી જોમખ વધી શકે છે. તો જાણીએ માસ્ક પહેરતી વખતે શું કરવું અને શું ન કરવું.માસ્કને એવી રીત ન પહેરવું જેનાથી તમારું નાક ખુલ્લું રહે.
તમારા જડબાનો ભાગ બહાર દેખાય તે રીતે માસ્ક ન પહેરો.માસ્કને એકદમ ઢીલું ન પહેરો. માસ્ક પહેરતી વખતે બાજુમાં જગ્યા ન રહેવી જોઈએ.ફક્ત તમારા નાકનું ટેરવું ઢંકાય તે રીતે માસ્ક ન પહેરો.માસ્કને તમારા જડબાના ભાગ નીચે ન ઉતારવું, જેનાથી મોઢું અને નાક ખુલ્લા પડી જાય છે.
માસ્કને એવી રીતે પહેરો જેનાથી તે તમારી ચહેરાની આસપાસ એકદમ બંધ બેસે, વચ્ચે જગ્યા ન રહે. માસ્ક એવી પહેરો જેનાથી તેનો ઉપરનો ભાગ નાકના છેડા સુધી પહોંચે અને નીચેનો ભાગ જડબાથી નીચે રહે.
માસ્કનો ઉપયોગ કરતા પહેલા અને પછી હાથ જરૂરીથી ધોવા જોઈએ. માસ્કને ઉતારતી વખતે તેના આગળના ભાગને સ્પર્શ ન કરવો જોઈએ. બહાર જતી વખતે માસ્ક પહેરો અને ઘરમાં તેને કાઢી નાખવું જોઇએ. લિફ્ટ અને પગથિયાથી સૌથી વધારે કોરોનાના ચેપનો ખતરો રહેલો છે. જો તમે કપડાના માસ્કનો ઉપયોગ કરો છો તો તેને દરરોજ ધોઇ લેવું અને તેને સૂકા અને સ્વચ્છ સ્થળ પર મૂકી રાખવું જોઈએ.