હાલ દુનિયામાં કોરોના વાયરસ વધારે સંખ્યામાં ફેલાઇ રહ્યો છે. લાખો કરોડો લોકો આ વાયરસના શિકાર થઇ ચુક્યા છે અને હેવ આ ખતરનાક વાયરસે ભારત દેશમાં દસ્તક આપી છે. જેનાથી લોકોના મનમાં ડર પેશી ગયો છે. જેને લઇને લોકો ઉપાય શોધી રહ્યા છે. એવામાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર્સમાં જઇને માસ્ક અને સેનેટાઇઝર માંગી રહ્યા છે,. લોકો દ્વારા આટલી મોટી સંખ્યામાં સેનેટાઇઝરની માંગ કરવામાં આવી રહી છે.અને સેનેટાઇઝરની માંગ વધવાની સાથે તેના ભાવમાં પણ ભરખમ વધારો થયો છે.
તેની સાથે માર્કેટમાં જે સેનિટાઇઝર બને છે,તેમા વધુ પ્રમાણમાં આલકોહોલનો ઉપયોગ કરવામાં આવે છે.જે લાબાંગાળે શરીરને ખૂબ નુક્સાન કરે છે.પરંતુ જો સેનેટાઇઝર ન હોય તો પણ ઘણા ઓછી વસ્તુઓના ઉપયોગથી તમે સેનિટાઇઝર ઘરે બનાવી શકો છો.
સામગ્રી
સ્પીરિટ
એલોવેરા જેલ
ટી ટ્રી ઓઇલ
વિટામીન ઇ ઓઇલ
રોજમેરી કે લવેન્ડર તેલ
બનાવવાની રીત
– હોમમેડ સેનેટાઇઝર બનાવવા માટે સૌથી પહેલા એક કપમાં પાણી લો.
– તેમા બે ચમચી સ્પિરીટ, વિટામીન ઇ ઓઇલ, એક ચમચી એલોવેરા લો.
– હવે તેને મિક્સ કરીને તેમા ટી ટ્રી ઓઇલ મિક્સ કરી રોજમેરી કે લવેન્ડર ઓઇલ મિક્સ કરી લો.
– આ દરેક વસ્તુને બરાબર મિક્સ કરી લો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો.
– તૈયાર છે ઘરે બનાવેલું સેનેટાઇઝર
– જેને તમે સહેલાઇથી ઉપયોગ કરી શકો છો અને તમારા હાથ સાફ રાખી શકો છો.