અત્યારે લોકડાઉનના કારણે લોકો ઘરમાં રહે છે, અને જેના કારણે ખાવા પીવા સાથે ખૂબ આરામ કરતા હોય છે જેના કારણે ઘણીવાર ગેસ,એસિડિટી જેવી સમસ્યા થતી હોય છે.તો તેની માટે ઘરેલુ ઉપચાર જેનાથી તેમને ગેસ,એસિડિટીડ જેવી બિમારીથી રાહત મળશે
આપણે આવા થોડા પ્રયોગો જોઇએ જેનાથી નાની નાની સમ્સ્યાઓમાં ફાયદો થાય છે.
- છાશમાં હળદર અને જુનો ગોળ મેળવીને નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે.
- માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો થયો હોય તો તે મટી જાય છે.
- લકવાના રોગીને ગોદંતી ભસ્મ અને ચોપચીની ચૂર્ણ 10 ગ્રામ લઈ તેમાં ઝેરકચોલાનું ચૂર્ણ 2 ગ્રામ મેળવી સારી રીતે ઘૂંટી મિશ્ર કરી સવાર સાંજ 3 ગ્રામ મધ કે પાણી સાથે આપવાથી ઘણો જ ફાયદો થાય છે.
- કોઈ પણ ગૂમડું પાકીને ફુટી ગયું હોય તો તેના ઉપર લીમડાના પાન વાટીને તેની લૂગદી બનાવીને ચોપડવાથી ઘા ઝડપથી રુઝાઈ જાય છે.
- રાત્રે સુતી વખતે તુલસીના પાન માથા નીચે તકીયાની ઉપર મૂકી રાખીને સૂવામાં આવે તો માથામાંની જૂ નાશ પામે છે.
- ગરમીમાં ખટમીઠાં દાડમના 100 ગ્રામ રસમાં 20 ગ્રામ સાકર મેળવીને રોજ બપોરે પીવાથી નસકોરી ફુટતી બંધ થઈ જાય છે.
- ગાયના ઘી માં જાયફળ અને સૂંઠ ઘસી ચટાડવાથી શરદીના કારણે થતી તકલીફમાં રાહત થાય છે.