હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતનો લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
હોળીનો તહેવાર જો ખુશી અને ઉત્સાહ લઇને આવે તો આનંદ બમણો થઇ જાય છે પરંતુ કેટલીકવાર હોળીના ખતરનાક પરિણામ પણ સામે આવતા હોય છે. હોળીના રંગમાં રહેલા રસાયણ ખંજવાળ અને બળતરાનું કારણ પણ બની શકે છે. તેવામાં જે આવા રંગ આંખ કે કાનમાં પડી જાય તો મુશ્કેલી ઉભી થઇ શકે છે. જો આવું કંઇ થાય તો રંગોના કારણે થતાં નુકસાનથી આંખોને કેવી રીતે બચાવશો તેના કેટલાક ઉપાય નીચે મુજબ છે.
હોળીનો રંગ આંખોમાં જાય તો શું કરવું જોઈએ??
આંખોને પાણીથી ધોઇ લો
આંખોને પાણીથી ધોઇ લો
જો આંખોમાં ગુલાલ કે રંગ જાય તો સૌથી પહેલાં તેને સાદા પાણીથી સાફ કરી લો. અને આંખો ચોળશો નહી. તે બાદ પણ જો બળતરા થતા હોય તો ડોક્ટરની સલાહ લો.
કાનમાં રંગ જાય તો શું કરશો
પાણીવાળા રંગ મોટાભાગે કાનમાં જાય છે. કાનમાં રંગ જવાથી ઇન્ફેક્શનની સમસ્યા ઉભી થઇ શકે છે. તેવામાં જો કાનમાં આવું પાણી જાય તો માથુ એકબાજુ નમાવીને પહેલાં પાણી કાઢી લો. જો કાનમાં થોડો રંગ ગયો હોય તો કાનમાં હુંફાળુ સરસિયાનું તેલ નાંખી દો.
ટી બેગ
ચાની પત્તીમાં ઘણા એવા તત્વ હોય છે જે આંખોને ઠંડા રાખે છે અને બેક્ટેરિયાને નષ્ટ કરે છે. કેમોલાઇન, પિપરમિન્ટ અને સ્પેરમિન્ટ સહિત આંખોની બળતરાને ઓછી કરે છે. જેના માટે તમે ટી બેગને થોડીક વાર ગરમ પાણીમાં રાખો કે ઉપયોગ કરેલી ટી બેગ લઇ લો. હળવી ગરમ ટી બેગને તમે આંખો પર રાખો અને આંખોને બંધ કરી લો. જેનાથી આંખોના બળતરા ઓછા થઇ જાય છે અને આંખોમાંથી પાણી નહી નીકળે સાથે જ આંખની આસપાસની કાળાશ દૂર થાય છે.
મીઠું અને પાણી
આંખોમાં પાણી આવે, બળતરા થાય, દુખાવો કે સોજા આવે તો મીઠા વાળું પાણી બેસ્ટ છે. મીઠામાં અનેક પ્રાકૃતિક તત્વ હોય છે. જે દુખાવા અને સોજાને ખતમ કરે છે. મીઠામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેના માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરી લો અને તેને કોઇ સ્વચ્છ કાપડમાં પલાળીને આંખોનો શેક કરો. સોજામાં મીઠાના પાણીથી શેક કરવાથી આરામ મળે છે.
કેસ્ટર ઓઇલ
આંખોથી જોડાયેલી સમસ્યાઓને તમે કેસ્ટર ઓઇલના ઉપયોગથી દૂર કરી શકો છો. રૂના એક ટૂકડાને કેસ્ટર ઓઇલમાં ડૂબાડીને હળવા હાથે તેને નીચવી લો. તે બાદ તેને આંખો પર રાખીને સૂઇ જાઓ. તમે ઇચ્છો તો આંગળીઓમાં કેસ્ટર ઓઇલ લગાવીને હળવા હાથે મસાજ પણ કરી શકો છો.