રંગો અને ખુશીઓના તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે. હોળી પહેલાં જ લોકો પર તેનો રંગ ચડી જાય છે. રંગોનો આ તહેવાર ઘણો ખૂબસુરત છે પરંતુ ઘણીવાર કેમિકલ વાળા રંગોના ઉપયોગથી રંગમાં ભંગ પડી જાય છે. માર્કેટમાં મળતા રંગ ત્વચા માટે નુકસાનકારક હોય છે જેથી કોઇપણ પ્રકારની એલર્જી થઇ શકે છે. તેવામાં અમે તમને હર્બલ રંગ બનાવવાની રીત જણાવવા જઇ રહ્યાં છીએ જેથી તમે આ તહેવારની પૂરી મજા લઇ શકો અને તમને કોઇ મુશ્કેલી ન આવે
ઓરેન્જ કલર
જો તમે ઓરેન્જ કલર બનાવવા માગતા હોવ તો આખી રાત મહેંદીના પાનને પાણીમાં પલાળી રાખો. સવા સુધીમાં પાણીનો કલર એકદમ બદલાઇ જશે. તમે તે પાણીથી હોળી રમી શકો છો અથવા તો ઇચ્છો તો તેમાં આરારોટનો પાવડર મિક્સ કરી દો અને સૂકાવા દો. તમારો ઓરેન્જ કલર તૈયાર થઇ જશે.
ઘેરો ગુલાબી રંગ
ઘેરો ગુલાબી રંગ બનાવવા માટે બીટના ટુકડાને એક કપ પાણીમાં ઉકાળી લો અને બીજા દિવસે તેનાથી હોળી રમો. તેમાં પણ તમે આરારોટનો પાવડર મિક્સ કરીને સૂકો કલર બનાવી શકો છો.
પીળો રંગ
પીળો રંગ બનાવવા માટે લાલ રંગના ફૂલોને પાણીમાં પલાળી દો. તેનાથી પાણીનો રંગ આછા પીળા રંગનો થઇ જશે.
લીલો રંગ

બ્લૂ કલર
બ્લૂ કલર બનાવવા માટે બ્લૂ બેરીના સનો ઉપયોગ કરો. આરારોટનો પાવડર મિક્સ કરીને તેનાથી પણ ડ્રાય કલર બનાવી શકાય છે.
ડ્રાય કલર્સ
જો ડ્રાય કલર્સથી હોળી રમવા માગતા હોવ તો ચોખાના લોટમાં ફૂડ કલર મિક્સ કરી દો અને તેમાં બે નાની ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને સૂકવી દો અને પછી તેને મિક્સરમાં પીસી લો. તેનાથી નેચરલ કલર બની જશે અને તમે નિશ્વિંત થઇને હોળી રમી શકશો.