કોરોના વાયરસને લઇ અત્યારે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે,ત્યારે આ લોકડાઉનના સમયમાં તમારા બાળકોને ટેસ્ટી અને હેલ્થી વાનગીઓ બનાવીને આપો,લોકડાઉન દરમિયાન તેમની ડાયટમાં કેટલીક જરૂરી વસ્તુઓનો સમાવેશ કરી દો. આવુ કરવાથી તેમના શરીરીની રોગપ્રતિકારક શક્તિ વધશે અને બીમારીઓ તેમના શરીરને જલ્દી શિકાર બનાવી શકશે નહી.
શાકભાજી
બાળકોના ડાયેટમાં ફળદાર શાકભાજી જેવા કે, રાજમાં, છોલે વટાણા અને ઘણા પ્રકારની દાળનો પણ સમાવેશ કરો. આ વસ્તુઓ શરીરમાં પ્રોટીનની ખામીને પૂર્ણ કરવાની સાથે-સાથે રોગપ્રતિકારક શક્તિને પણ સુધારે છે.
લાલ કેપ્સિકમ
લાલા કેપ્સીકમમાં બે ગણુ વિટામીન સી હોય છે. જેમાં ભરપૂર પ્રમાણમાં બીટા કેરોટીન પણ મળી આવે છે. રોગપ્રતિકારક સિસ્ટમ વધારવા સિવાય, વિટામિન સી ચામડીને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. બીટા કેરોટીન તમારી આંખો માટે પણ ખૂબ જ સારુ છે.
દહીં
ડૉક્ટરોનું કહેવુ છે કે, દરરોજ દહીં ખાવાથી શરીરમાં ઈમ્યૂનિટી વધે છે. દહીં માંસપેશિયોના ખેંચતાણમાં પણ આરામ પહોંચાડે છે. જે બોડીને ખૂબ જ ઝડપથી એનર્જી આપવાનું કામ કરે છે. વર્કઆઉટ બાદ ઘણા લોકો દહીંને રેગ્યુલર ડાયટમાં પણ લેતા હોય છે.
સોયા ચંક્સ
સોયા ચંક્સ તમારા બાળકો માટે એક હેલ્થી ઓપશન છે,જેના ભરપૂર પ્રમાણમાં પ્રોટિન રહેલુ હોય છે, જે બાળકો માટે ખૂબ ફાયદાકારક છે,તેની સાથે તેમાથી શાક,સલાડ,રાઇસ વગ્રેરે વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે.
ખાટા ફળ
વધારે પડતા લોકોમાં ડૉક્ટર દર્દીને સિટ્રસ ફ્રૂટ્સ એટલે કે, ખાટા ફળો ખાવાની સલાહ આપતા હોય છે. વિટામીન C રોગપ્રતિકાર શક્તિે વધારે છે અને કોલ્ડ-કફથી લડવા માટે શરીરને મજબૂત બનાવે છે. સિટ્રસ ફ્રૂટ્સમાં દ્રાક્ષ, સંતરા, કીવી, લીંબુ આવે છે. ઈમ્યૂનિટી સીસ્ટમને વધારવા માટે તમારે આ ફળોનુ નિયમિત સેવન કરવુ જોઈએ.