આજના સમયમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ પછી તે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હેરફોલની સમસ્યા દરેકને રહેતી હોય છે. હેર ફોલ સિવાય પણ ઓઈલી સ્કેલ્પ, વાળના મૂળમાં ખંજવાળની સમસ્યા પણ રહે છે. આ સમયે કેમિકલ વાળી પ્રોડક્ટ નુકસાન કરી શકે છે. જો તમે વરસાદમાં આ સમસ્યા અનુભવો છો તો તમારે કેટલાક ખાસ ઉપાયો અજમાવી લેવાની જરૂર છે.
વાળને મજબૂત રાખવા માટે આયર્ન, ઝિંક, પ્રોટીન અને વિટામીન જેવા પોષક તત્વો જરૂરી છે. સ્ટ્રેટનિંગ, કલરિંગ અને હેર ટ્રીટમેન્ટથી વાળને નુકસાન થાય છે અને તે વાળના મૂળને ડેમેજ કરે છે. ચોમાસામાં હવાના ભેજને કારણે બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન પણ વધે છે. તે વાળને વધુ નબળા બનાવે છે. આ સાથે ચિંતા પણ હેરફોલનું મુખ્ય કારણ છે.
કોરોનામાં ચિંતા સ્વાભાવિક છે. આ સમયે તમે પોતાને શાંત રાખો તે સ્વાભાવિક છે. ડાર્ક ચોકલેટ, કોકોઆ જે આર્યન, મેગ્નેશિયમ, ઝિંક જેવા ખનીજનો સ્ત્રોત છે તેને ડાયટમાં સામેલ કરો. આ સિવાય ચિયા સીડ્સ, કોળું, સફેદ તલ, બદામ, ફ્લેક્સ સીડ્સ અને અખરોટને પણ ડાયટમાં સામેલ કરો. ઓર્ગેનિક નારિયેળ તેલ અને જાસૂદના તેલથી માલિશ કરવાથી પણ ફાયદો મળે છે. આ સાથે વાળ ધોવા માટે પૈરેબન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકે છે.