એકતરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે,ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસની રસી શોધવા તરફ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. હવે કોરોના વાયરસની વેક્સિન બનાવવા વિશ્વના દેશોને પણ ગુજરાત પર નિર્ભર રહેવું પડે તેવું કામ કર્યું છે. રાજ્યમાં પહેલા રાજકોટમાં વેન્ટિલેટરના ઉત્પાદન બાદ PPE સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક મહત્વની શોધ કરવામાં આવી છે. ગુજરાતના વૈજ્ઞાનિકોને વિશ્વમાં સૌથી મોટી ઉપલબ્ધિ મળી છે.
ગુજરાતના વૈજ્ઞાનિકોએ કોરોનાના જીનોમ સંરચનાની શોધ કરી લીધી છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરની ઉપલબ્ધિથી કોરોનાની સંરચનાના આધારે દવા, રસી બનાવવા મદદ મળશે. આ સિવાય કોરોનાની ઉત્પતિ કઈ રીતે થઈ તેની પણ માહિતી મળશે. ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. CMOના ટ્વિટર પેજ પર આની માહિતી આપી છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, કોરોનાનું જીનોમ સિક્વન્સ શોધવામાં સફળતા મળી છે તેમાં પોઝિટિવ સેમ્પલને રિસર્ચ માટે આપવામાં આવ્યા હતા. વુહાનમાં જે વાયરસ હતો. તેમાં 9 બદલાવ નોંધાયા છે. વાયરસને સમજવા માટે આ જીનોમ સિક્વન્સ અગત્યનું છે. કોરોનાની દવા અને રસી શોધવા માટે આ રિસર્ચ કામ લાગી શકે છે.
કોરોના સામે લડવા માટે ગુજરાત દેશભરમાં એક બાદ એક ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. પહેલાં સ્વદેશી વેન્ટિલેટર બનાવવાની વાત હોય તો તેમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ આવ્યું છે. ત્યારે હવે ગુજરાતને વધુ એક મોટી ઉપલબ્ધિ મળી છે. ગુજરાત બાયોટેક્નોલજી રિસર્ચ સેન્ટર દ્વારા કોરોના વાયરસની જીનોમ સિક્વન્સ શોધી કાઢવામાં આવી છે. જેને કારણે હવે તેની વેક્સિન અને દવા બનાવવામાં એકદમ સરળતા રહેશે.
સીએમ ઓફિસના ઓફિશિયલ ટ્વીટર પેજ સીએમઓ ગુજરાત તરફથી સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.
ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 24 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ જીબીઆરસી કરે છે.