સોનું જેટલું મોજશોખ માટે વપરાશમાં લેવામાં આવે છે. તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. ઉલ્લેખનીય છે કે, સોનાના ઘરેણા પહેરવામાં જેટલા સુંદર લાગે છે, એનાથી આ જ સોનું અનેક ગણું વધારે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. સોનાનો આર્યુવેદની ઘણી દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘણી મીઠાઇઓ પર સોનાનો વરખ ઉપયોગમાં લેવાય છે. આર્યુવેદમાં સોનાની ભસ્મ ખાવાનો ઉલ્લેખ છે. સોનામાં ઘણા ગુણ છે. તે રસાયણ અને બળવર્ધક ઔષધી છે. હોમિયોપેથીમાં પણ ઓરોમેટિકમ નામની દવા બનાવવામાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત સોનું એ ડિપ્રેશન અને બ્લડ સરક્યુલેશનને સુધારવા સાથે સાથે આર્થરાઈટિસમાં પણ ફાયદારૂપ પુરવાર થાય છે. સોનામાંથી બનેલી દવા ઈમોશનલ એનર્જી, બોડી સ્ટ્રેન્થ, અને મેમરી ઈમ્પ્રુવ કરવા માટે ઉપયોગી છે. સોનાથી પોઝિટિવ એનર્જી રહે છે અને સાથે સાથે ભાવનાત્મક રૂપે પણ સોનું ઘણું ઉત્તમ છે. આર્યુવેદમાં સોનું સ્કિન પ્રોબ્લેમ, હૃદય, લોહી શુદ્ધ કરવા, માનસિક સ્વાસ્થ્ય, શરીરનું તાપમાન અને બ્લડ ફ્લો માટે લાભકારી માનવામાં આવે છે.સોનામાં મોજૂદ તત્વો ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.