સમગ્ર દુનિયામાં હાલ કોરોના વાયરસના કારણે ભયના માહોલમાં જીવી રહ્યું છે. અસંખ્ય લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ ખતરનાક વાયરસને આપણે જોઈ શકતા નથી. જેની સામે લડવા માટે આપણી પાસે કોઈ હથિયાર પણ નથી. ત્યારે આવા સમયે ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે કામ લેવાની જરૂર છે. બીજી બાજૂ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પણ ડરનો માહોલ ઉભા કરવા માટે સક્રિય છે. લોકોમાં અનેક પ્રકારના ડર ઉભા છે, નોકરી જવાનો ડર, વાયરસના સંક્રમણમાં આવવાનો ડર, ડર છે કે, ક્યાંક લોકડાઉન ન થાય.
કારણ વગરનો ડર આપણને મુશ્કેલી મુકે છે
ડર એ વાતનો છે કે, ક્યાંક આ વાયરસનો શિકાર ન બનીએ. બધુ મળીને એ વાત સામે આવે છે કે, ડર આપણને નબળા પાડે છે. આ ફક્ત મનોવૈજ્ઞાનિક તથ્ય નથી. ડરના કારણે આપણા ફિજીયોલોજી પર ખતરનાક અસર પડે છે. આ ડર આપણી ઈમોશનલ હેસ્થ પર બર્બાદ કરી નાખે છે. જેના કારણે આપણી પ્રતિરોધ કરવાની ક્ષમતા પર ખૂબ જ અસર પડે છે.
પ્રતિરોધક ક્ષમતાને મજબૂત રાખો
હકીકતમાં જોઈએ તો, પ્રતિરોધક સિસ્ટમ અનેક લાખો કોશિકાઓ સાથે મળીને બને છે. જેમાંથી અમુક કોશિકાઓનું કામ હોય છે, બિમારીથી લડવુ અને સ્વસ્થ રાખવું. આખા શરીરમાં આ કોશિકાઓ ભ્રમણ કરતી હોય છે. જેને ફાઈટર સેલ્સ પણ કહેવાય છે.
કોશિકાઓ નબળી થશે તો, તકલીફ
એક રીતે જોવા જઈએ તો, આ કોશિકાઓ શરીરમાં સિપાહીઓની માફક હુમલો કરે છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો વાયરસ કે બેક્ટેરિયાનો પ્રવેશ થતાં જ તેના પર તૂટી પડે છે. તમે જાણતા જ હશો કે, દરરોજ હજારો વાયરસ આપણા સંક્રમણમાં આવતા હોય છે, પણ તે આપણુ કશું જ બગાડી શકતા નથી, કેમ કે, આ કોશિકાઓ તેને ખતમ કરી નાખે છે.
પ્રતિરોધક કોશિકાઓ બેક્ટેરિયા અને વાયરસ સામે રક્ષણ આપે છે
આપણે આવી કોશિકાઓનો આભાર માનવો જોઈએ, પણ વિચારો કે, જો આ લડાયક કોશિકાઓ જ નબળી પડી જાય તો. અથવા તો ઓછી થઈ જાય તો. ત્યારે આવા સમયે નબળામાં નબળો વાયરસ પણ આપણા પર અટેક કરી શકે છે. આપણે બધાએ એડ્સનું નામ સાંભળ્યું હશે. દુનિયાભરમાં તેના કારણે ડરનો માહોલ છે. આ બિમારી ફક્તને ફક્ત પ્રતિરોધ ક્ષમતા (immune system) નબળી હોવાના કારણે જ થાય છે.
નાહકનો ડર પ્રતિરોધની ક્ષમતા ઘટાડે
વળી પાછા આપણે ડર તરફ આવી તો, ડર આપણા સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને અસંતુલિત કરી ઈમ્યૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. પ્રતિરોધ ક્ષમતા જેવી ડિસ્ટર્બ થાય છે, તેની સૌથી પહેલા અસર આ લડાયક કોશિકાઓ પર થાય છે. આ કોશિકાઓ ઓછી થવા લાગે છે. જેમ જેમ આ કોશિકાઓ ઓછી થવા લાગે છે, પ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે.ત્યારે આવા સમયે આપણા શરીરમાં ડર એટલો વધી જાય છે કે, આપણે નક્કી નથી કરી શકતા કે, ડર કઈ વાતનો છે અને કઈ વાતનો ડર નથી. ત્યારે આવા સમયે આપણી લડાયક કોશિકાઓ વધુ નબળી થઈ જાય છે.
ડર્યા વગર મજબૂત રહો, નિડરતા સૌથી મોટુ હથિયાર
કુલ મળીને જ્યારે તણાવ, ચિંતા અને ડર પોતાની સીમા પાર કરી લે છે, ત્યારે આઈસોલેશન અને એકલાપણાથી છૂટકારો મેળવવા માટે કોઈ પ્રયોગ આપણને સૂઝતો નથી, ત્યારે આ લડાયક કોશિકાઓ આપણા શરીરમાં આવતા બેક્ટેરિયા તથા વાયરસને પણ આવતા રોકી શકતી નથી. આવા સમયે સરકારે પણ મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગને પોતાની સાથે આ પ્રક્રિયામાં જોડવા જોઈએ. ઉપરાંત આપણી અંદર રહેલી આ લડાયક કોશિકાઓને પણ મજબૂત કરવી જોઈએ. કારણવગરનો ડર આપણને ખતરનાક પરિસ્થિતીમાં મુકે છે.