કોરોના વાયરસને મટાડવાને માટે દુનિયાભરમાં અનેક પ્રકારની દવાઓ પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ દવાઓ પર થઈ રહેલા ટેસ્ટિંગ પર હવે દુનિયાને આશા છે. આ સમયે ભારતના કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ રિસર્ચને 2 દવાઓ ફેવિપીરાવીર અને ફાઈટો-ફાર્માસ્યૂટિકલના ટ્રાયલની મંજૂરી મળી છે. આ સિવાય આયુર્વેદની 4 દવાઓને પણ ટ્રાયલ માટે મોકલવામાં આવી રહી છે.
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે સીએસઆઈઆરને કોરોનાની 2 દવાઓના ટ્રાયલ માટે મંજૂરી આાપી છે. તેમાં પહેલી દવા ફેવિપીરાવીર અને બીજી દવા ફાઈટો-ફાર્માસ્યૂટિકલ છે. ફેવિપીરાવીરને ફ્લૂની સારવારમાં જાપાન અને ચીન જેવા દેશોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
આ ચારેય ટ્રાયલ સ્વાસ્થ્ય કર્મીઓ અને સાથે જ એ લોકો પર કરાશે જે હાઈ રિસ્ક ઝોનમાં છે. આ સમગ્ર અધ્યયનમાં આઇસીએમઆરને ટેકનિકલ સપોર્ટ પણ મળશે. દેશભરની વિવિધ સંસ્થાઓ આ ચાર દવાઓના ઉપયોગ અને તેના પરિણામો પર નજર રાખશે. તેનું ટ્રાયલ પૂર્ણ થવા માટે બેથી ચાર મહિનાનો સમય લાગી શકે છે. દેશની પરંપરા અનુસાર આયુર્વેદ ગર્વનો વિષય છે. આયુર્વેદનો પ્રયોગ સફળ નીવડે તો તે અનેક નવી દિશાઓ કોરોના સંકટમાં પ્રદાન કરશે.
આ એક એવિગન બ્રાન્ડના આધારે વેચવામાં આવે છે. આ એક એન્ટીવાયરલ દવા છે જેનો ઉપયોગ જાપાન અને ચીનમાં ઇન્ફ્લૂએન્ઝાની સારવાર માટે કરવામાં આવે છે. અન્ય અનેક વાયરલ સંક્રમણની સારવાર માટે પણ તેનો ઉપયોગ કરવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે.