કોરોનાથી બચવા માટે WHO એ શરૂઆતથી જ લોકોને દર બે કલાકે હાથ ધોવાની અપીલ કરી રહ્યું છે. નાક, આંખ, મોઢાને સ્પર્શ કરવાથી દૂર બચવાની સલાહ આપી રહ્યું છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, આજે પણ લોકો આદતવશ થઈને દર કલાકમાં 23 વાર પોતાના ચહેરાને સ્પર્શ કરી રહ્યાં છે.
મળતી માહિતી અનુસાર અમેરિકાની ડોક્ટર નેન્સી એલ્ડર, ડોક્ટર વિલિયન સોયર અને ઓસ્ટ્રેલિયાની ડોક્ટર મૈકલાવ્સે પોતાના રિસર્ચના આધારે કર્યો છે. ત્રણેય ડોક્ટર ફેસ ટચિંગ પર અભ્યાસ કરી રહ્યાં છે. તેઓએ ન્યૂયોર્ક ટાઈમ્સી ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, કોરોનાથી બચવું હોય તો લોકોએ કારણવગર ચહેરાને સ્પર્શ કરવાની આદતને છોડવું પડશે.
અમારી પણ અપીલ છે કે, તમે ચહેરાને સ્પર્શ ન કરો. વારંવાર હાથ ધોતા રહો. કેમ કે, આવુ કરવાથી કોરોનાથી બચવામાં સરળતા રહેશે. નહિ તો એક પણ ભૂલ ભારે પડશે. આપને જણાવી દઇએ કે દેશ અને દુનિયામાં કોરોનાના કેસ વધી રહ્યો છે. ભારતમાં કોરોનાના કારણે 3મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે,ત્યારે વિશ્ર્વની મહાસત્તા અમેરિકામાં 24 કલાકમાં 4591નાં મોત થયા છે.જેની સાથે અમેરિકામાં મોતાનો કુલ આંકડો 34,617 પર પહોંચ્યો છે.જે વિશ્ર્વ કોઇ પણ દેશનો સૌથી મોટો આંકડો છે.