મોટા ભાગની મહિલાઓને પોતાના જીવનમાં ક્યારેક પેટના નીચેના ભાગમાં દુઃખાવો હોવાની ફરિયાદ રહે છે.જે પીરિયડસના સમયે કે પછી દિવસભર ઑફિસમાં લાંબા સમય સુધી દિવસભરમાં લાંબા સમય સુધી બેસે રહેવાની કારણે વધી જાય છે. જો દુખાવાની આ સમસ્યા 6 મહીનાથી વધારે સમય સુધી બની રહે છે તો આ પેલ્વિક કન્જેશન સિંડ્રોમ PCS ના કારણે થઈ શકે છે ભારતમાં ૩માંથી ૧ મહિલા આ દર્દથી પીડાય છે.
પેલ્વિક કન્જેશન સિંડ્રોમ શું છે?
પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમને પેલ્વિક વેન ઇનકોમ્પિટેન્સ અથવા પેલ્વિક વેન ઇનસફિશન્સી પણ કહેવામાં આવે છે. આ બીમારીમાં મહિલાઓને પેટમાં જોરદાર દુઃખાવો ઉપડે છે અને ઊભા રહેવાથી વધી જાય છે. જોકે, આડા પડવાથી દુઃખાવામાં રાહત મળે છે. PCS બીમારી જાંઘ, નિતંબ અથવા યોનીના ભાગની વેરિકોઝ વેન્સ સાથે જોડાયેલી હોય છે. એમાં નસો સામાન્ય કરતાં વધુ પ્રમાણ ખેંચાઈ જાય છે.
કઈ મહિલામાં આ સમસ્યા જોવા મળે છે?
જે મહિલાઓ માતા બની ચૂકી હોય અને યુવાન હોય તેઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. કેમ કે આ વયની મહિલાઓ પોતાનાં લક્ષણો પ્રત્યે બેદરકાર હોય છે એટલે તેઓમાં આ સમસ્યા વધી જાય છે.
આ બીમારીનાં કારણો.
હજી સુધી આ બીમારીનું કારણ મેડિકલ સાયન્સમાં શોધાયું નથી. પરંતુ, બોડી સ્ટ્રક્ચર અથવા હોર્મોન્સના સ્તરમાં કોઈ પણ પ્રકારની ગરબડને ડોક્ટર PCSનું કારણ ગણે છે. ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન સંબંધી ફેરફારો, વજન વધવું અથવા પેલ્વિક ભાગની એનોટોમીમાં પરિવર્તન આવવાથી અંડાશયની નસોમાં દબાણ વધી જાય છે અને વાલ્વ પૂરી રીતે બંધ ન થવાને કારણે લોહી વહીને પાછું નસોમાં આવી જાય છે. તેને રિફ્લેક્સ કહે છે. તેના કારણે પેલ્વિક ભાગમાં લોહીનું પ્રમાણ ઘણું વધી જાય છે. PCSનું દર્દ ડૂંટીની નીચે અને બંને નિતંબોની વચ્ચે હોય છે અને છ મહિનાથી વધુ સમય સુધી રહે છે.
પેલ્વિક કંજેશન સિંડ્રોમના લક્ષણ
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, તેનું મુખ્ય લક્ષણ પેટના નીચેના ભાગમાં દુઃખાવો થાય છે.
- લાંબા સમય સુધી બેસવા કે ઉભા થવામાં દુખાવો
- યૂરીન કરતા સમયે દ્ખાવો થવું
- શારીરિક સંબંધ બનાવતા સમયે દુખાવો
- પેટના નીચેના ભાગમાં દુખાવો થવું
- પેલ્વિક ક્ષેત્રમાં દબાણ કે ભારેપન થવું.
શું છે ઇલાજ
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ એક નોન-સર્જિકલ પ્રક્રિયા છે. જેના પછી થોડો દુઃખાવો થાય છે પરંતુ કેટલાક દિવસો બાદ ઠીક થઈ જાય છે. PCS એક મિનિમલી ઇનવેસિવ ટ્રિટમેન્ટ છે જેમાં જે નસોમાં ખામી આવે છે તેને બંધ કરી દેવામાં આવે છે, જેથી એમાં લોહી જમા ન થાય. એમ્બલાઇઝેશન બ્લિડીંગ રોકવામાં ઘણું કારગર છે અને ઓપન સર્જરીની સરખામણીમાં એકદમ આસાન છે. PCSમાં હોસ્પિટમાં એડમીટ થવાની જરૂર પડતી નથી.