મગફળીને સ્વાસ્થ્ય માટે પોષક તત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે. મગફળીમાં પોષક તત્વો હોય છે જે તમારા એકંદર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. મગફળીમાં વિટામિન ઈ, ચરબી, પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, વિટામિન બી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. કેલરી વધુ હોવા છતાં, મગફળી વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તમારા આહારમાં મગફળીને ઘણી રીતે સામેલ કરી શકો છો. મોટાભાગના લોકોને શેકેલી મગફળી ખાવાનું પસંદ હોય છે. પણ શું તમે ક્યારેય ભીની મગફળી ખાધી છે? પલાળેલી મગફળી ખાવાથી વધારાના સ્વાસ્થ્ય લાભ મળે છે. આનાથી કબજિયાત અને પાચનની સમસ્યામાં રાહત મળે છે.
પલાળેલી મગફળી ખાવાના ફાયદા:
પલાળેલી મગફળી ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે. તેમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પેટને સરળતાથી સાફ કરવામાં મદદ કરે છે. પલાળેલી મગફળી ખાવાથી કબજિયાત અને ગેસથી રાહત મળે છે. બધા પોષક તત્વો શરીરમાં સરળતાથી શોષાય છે. પલાળેલી મગફળી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. મગફળીમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ જોવા મળે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. મગફળી ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. મગફળી શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. એટલા માટે લોકો શિયાળામાં વધુ મગફળી ખાય છે. મગફળી ખાવાથી આખા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. મગફળીમાં એન્ટીઑકિસડન્ટ રેઝવેરાટ્રોલ પણ જોવા મળે છે, જે શરીરમાં બળતરાને ઘટાડી શકે છે.