અત્યારે દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કહેર છે,પરંતુ શું તમને ખબર છે કે માણસોમાં પહેલી વાર કોરોના વાયરસ હોવાની શોધ કોણે કરી હતી? કેવી રીતે ખબર પડી હતી. પહેલાવાર એક મહિલા વૈજ્ઞાનિકે કોરોના વાયરસની શોધ કરી હતી. જેમનું નામ હતું ડૉ. જૂન અલ્મીડા. કોણ છે આ મહિલા. કેવી રીતે શોધ્યો હતો તેમણે 56 વર્ષ પહેલા કોરોના વાયરસ.વર્ષ 1964માં એટલે કે 56 વર્ષ પહેલા એક મહિલા વૈજ્ઞાનિકે પોતાના ઈલેક્ટ્રોનિક માઈસ્ક્રોસ્કોપમાં જોઈ રહી હતી. ત્યારે તેમણે એક વાયરસ જોયો. જે આકારમાં ગોળ હતો અને તેને ચારો તરફ કાંટા નીકળેલા હતા સૂર્ય જેવો દેખાતો હતો. આ બાદ તેનું નામ કોરોના વાયરસ રાખવામાં આવ્યુ.
આને શોધનાર મહિલા ડો. જૂન અલ્મીડા હતા. ડૉ. જૂન અલ્મીડાએ જે સમયે કોરોના વાયરસની શોધ કરી હતી ત્યારે તેમની ઉંમર 34 વર્ષ હતી. 1930માં સ્કોટલેન્ડડના ગ્લાસગો શહેરના ઉત્તર-પૂર્વમાં સ્થિત એક વિસ્તારમાં રહેનારી અલ્મીડા બહુ સાધારણ પરિવારમાં જન્મી હતી. અલ્મીડાના પિતા બસ ડ્રાઈવર હતા. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે 16 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો.
કેવી રીતે મળ્યો વાયરસ
એ બાદ તેમણે ડૉ. ડેવિડ ટાયરેલ સાથે રિસર્ચ શરુ કર્યુ. તેઓ શરદી ખાંસી તાવ પર રિસર્ચ કરી રહ્યા હતા. આ માટે તેમણે બી 814 નામ ફ્લૂના દર્દીઓના સેમ્પલ ભેગા કર્યા હતા. ડો. ટોયરેલે આ સેમ્પલ અલ્મીડા પાસે મોકલ્યા. અલ્મીડાએ ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપથી વાયરસનો ફોટો પાડ્યો. તેમણે કહ્યું કે આવા વાયરસ મળી રહ્યા છે. પણ વૈજ્ઞાનિકોએ તેને રિજેક્ટ કરી નાંખ્યા કેમ કે તસ્વીર ધૂંધળી હતી. પણ તેણે કોરોના વાયરસ શોધ્યો અને વાયરસ પર કામ કરનાર ડો. ટોયરેલને જણાવ્યું.