જે લોકો પોતાની જાતે જ રોગ નક્કી કરીને જાતે જ કઈ દવા લેવી તેવું નક્કી કરી લે છે તેઓ જે તે દવા ની ગંભીર આડ અસરોનો ભોગ બની શકે છે અને મોતને પણ ભેટી શકે છે. એ પણ નોંધવાલાયક છે કે ક્લોરોક્વીન અને હાઈડ્રોકસીક્લોરોક્વીન બંને દવાઓ પણ સત્તાવાર રીતે કોરોના સામે અસરકારક છે તેવી શોધ થઇ નથી. જે તે ડોક્ટર નક્કી કરે છે કે આ દવા લેવાની દર્દીને અત્યારે જરૂર છે કે નથી.
ત્યારે એક દંપત્તિએ તો ખૂબ ગંભીર ભૂલ કરી હતી અને એક દવા લીધી હતી પરંતુ તે દવા મેલેરિયાની નહિ પણ એક ઝેરી ગોળી હતી. કોરોના વાયરસ સામે આ પ્રકારની દવા ડોક્ટર ને પૂછ્યા વિના ગભરાઈને ન લેવી જોઈએ. એવું જાણવા મળ્યું છે કે ઘણા ખરા કોરોનાના દર્દીઓ ફક્ત આરામ કરીને અને આઈસોલેશનમાં જ ઠીક થઇ જાય છે. ક્યારે લક્ષણો ગંભીર થઇ રહ્યા છે અને ક્યારે નિયંત્રણમાં છે તેવું ફક્ત ડોક્ટર જ નક્કી કરી શકે છે.
અમેરિકાના એરિઝોના રાજ્યમાં રહેતા એક ૬૦ વર્ષની આસપાસની ઉંમરના દંપત્તિએ ક્લોરોક્વીન ફોસ્ફેટ નામની ગોળી લઇ લીધી હતી. નોંધનીય છે કે બંનેને કોરોનાના લક્ષણો આવી રહ્યા હતા અને આ ગોળીનું નામ USના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. આ ગોળી હકીકતમાં માછલીઘરની ટેંકની સફાઈ માટે વપરાય છે. ગોળી લીધેલ વ્યક્તિનું મૃત્યુ થયું છે જયારે તેની પત્નીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ડોકટરને પૂછ્યા વગર કઈ દવા ન લઇ શકાય?
કોરોના માટે સરકારે પરમીશન અપાતી
હાઈડ્રોક્સિક્વિન ( hcq 200- AND HCQ 400)
કોઈ પણ એન્ટી બાયોટિક જેમાં એમોક્સિસિલીન હોય
એન્ટી વાયરલ જેમાં સેમીફ્લુ એસાઈક્લોવિર
મેલેરિયા માટે વપરાતી આર્ટીસ્યુનીડ ડેરેવેટાઈવ
દુખાવા માટે ડાઈક્લોપેનેક (વોવેરાન) ન્યુમિસોલાઈડ (Nimesulide)
ડાયેરિયા માટે Lopamide
આ ઉલ્લેખ કરેલી દવાઓ ઉપરાંત બીજી કોઈ પણ પ્રકારની દવા કે સારવાર ડોક્ટરને પૂછ્યા વગર ન લેવામાં આવે અને ડોક્ટરની સુચનાને જ દ્રઢપણે અનુસરવામાં આવે તે જરૂરી છે. કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં અત્યારે ભયનો માહોલ છે. અત્યાર પુરતી આ રોગની કોઈ સત્તાવાર દવા કે રસી શોધાઈ નથી જેને પગલે લોકો વધુ ભયભીત થઇ ગયા છે. એવામાં મેલેરિયાની દવા આ રોગ માટે કારગર છે એવા સમચાર આવતા એક કોરોના શંકાસ્પદ વ્યક્તિએ ડોક્ટરનો સંપર્ક કર્યા વિના જાતે જ ગોળીઓ લઇ લેતા તેનું મોત નીપજ્યું હતું.