ઘણા લોકો એવા હોય છે જેમને અજવાળામાં સૂવાની આદત હોય છે. જ્યારે કેટલાક લોકોને અંધારામાં સૂવું ગમે છે. આ પ્રકારના એક અભ્યાસમાં શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિને પ્રકાશમાં ઊંઘવાથી સ્વાસ્થ્યને થતા જોખમો સમજાવ્યા છે. આવી સ્થિતિમાં સંશોધકોએ મોટા શહેરોમાં રહેતા લોકો માટે ચેતવણી જાહેર કરી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોઈપણ પ્રકારનો પ્રકાશ પ્રગટાવીને સૂવું અને ઝાંખા અજવાળામાં પણ સૂવાથી પુખ્ત વયના લોકોમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સંભાવના વધી શકે છે.
ડોક્ટરએ સલાહ આપી હતી કે લોકોએ સૂતી વખતે પ્રકાશથી દૂર રહેવું જોઈએ. જો તમને પ્રકાશમાં સૂવાની ટેવ હોય તો ઓછામાં ઓછું પ્રકાશનો ઉપયોગ કરો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શક્ય હોય ત્યાં સુધી સૂતી વખતે ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી દૂર રહો અને જો તમારી આસપાસ વધુ પડતો પ્રકાશ હોય તો સ્લીપિંગ માસ્કનો ઉપયોગ કરો. આ ઉપરાંત ડો.કિમે એમ પણ કહ્યું હતું કે, જો તમારે રાત્રે સલામતી માટે લાઈટની જરૂર હોય તો તેને એવી જગ્યાએ રાખો કે જ્યાંથી તેની લાઈટ સીધી તમારી આંખો પર ન આવે. તેમણે કહ્યું કે, રાતના સમય માટે રૂમમાં બ્લૂ લાઇટને બદલે રેડ લાઇટનો ઉપયોગ કરો.
આ અભ્યાસના લેખક નોર્થવેસ્ટર્ન મેડિસિન ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના ડો.મિંજી કિમે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “સ્માર્ટફોનનો પ્રકાશ, રાતોરાત ટીવી ચલુની લાઇટ અથવા મોટા શહેરોમાં પ્રકાશ પ્રદૂષણ.” આપણે એક એવી જગ્યાથી ઘેરાયેલા હોઈએ છીએ જ્યાં 24 કલાક આપણી આસપાસ લાઇટ્સ ચાલુ હોય છે. ડોક્ટર કિમે મેડિકલ ન્યૂઝ ટુડેને જણાવ્યું હતું કે, નાના લાઈટથી આવતો પ્રકાશ પણ આપણા શરીરને અસર કરે છે. ડો.કિમે જણાવ્યું હતું કે તેમના ગ્રુપે ભૂતકાળમાં અનેક અભ્યાસ કર્યા છે, જે દર્શાવે છે કે ઝાંખા પ્રકાશમાં સૂવાથી હૃદયના ધબકારા અને લોહીમાં ગ્લુકોઝનું સ્તર પણ વધી શકે છે. સ્વીડનની ઉપ્પસલા યુનિવર્સિટીના સ્લીપ એક્સપર્ટ ડો.જોનાથન સેડર્નિસે મેડિકલ ન્યૂઝ ટુડેને જણાવ્યું હતું કે લાંબા સમય સુધી લાઈટના હળવા સંપર્કમાં ઊંઘનારા પુખ્ત વયના લોકોને લાંબા ગાળે હૃદયને લગતા રોગો, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, મેદસ્વીપણું વગેરેનો સામનો કરવો પડી શકે છે.
એક નવો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 552 પુખ્ત વયની મહિલાઓ અને પુરુષોની ઉંઘને ટ્રેક કરવામાં આવી હતી. ડોક્ટરએ જણાવ્યું હતું કે, “નવા અભ્યાસમાં, અમે 7 દિવસ માટે પુખ્ત વયના લોકોની ઉંઘ અને પ્રકાશના સંપર્કને માપ્યું છે. આ અભ્યાસ કોઈ પણ લેબમાં નહીં પરંતુ તમામ લોકોની રૂટીન જગ્યાઓ પર લોકો પર કરવામાં આવ્યો હતો. આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે અડધાથી પણ ઓછા લોકો ઓછામાં ઓછા 5 કલાક માટે અંધારા ઓરડામાં સૂઈ જાય અને બાકીના લાઈટ માં સુતા હતા. ડો.કિમે જણાવ્યું હતું કે સંશોધન થી જાણવા મળ્યું હતું કે હળવા સંપર્કમાં સૂતા આ તમામ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ 74 ટકા, મેદસ્વીપણાનું જોખમ 82 ટકા અને ડાયાબિટીસનું જોખમ 100 ટકા હોવાનું જણાયું હતું.