દેશભરમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન ચાલી રહ્યું છે.તેવામાં દેશવાસીઓ આ ખતરનાક વાયરસના ડરથી પોતાના ઘરમાં જ રહે છે. પરંતુ કોરોના વાયરસની જંગ જીતવા માટે આપણા ડૉક્ટર દિવસ-રાત લડી રહ્યા છે. આ સંકટના સમયમાં તેઓ ખાધા-પીધા વગર કલાકો સુધી હૉસ્પિટલમાં કામ કરે છે. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરીને કામ કરવું સરળ નથી હોતું. તેમને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.
ડોકટરો ગરમીમાં સતત કામ કરે છે. એકવાર PPE સૂટ પહેર્યા બાદ તેઓ કંઈ પણ નથી કરી શકતા. PPEમાં કપડાના અનેક લેયર્સ હોય છે. તેને પહેરીને તેમણે એવા વોર્ડમાં જવું પડે છે જ્યાં કોરોનાના દર્દી રાખવામાં આવ્યા છે.
PPE ઉતારતી વખતે ચહેરાને પણ સ્પર્શ ન કરી શકાય. PPE પહેરીને 6-8 કલાક સતત કામ કરવું મુશ્કેલીભર્યો પડકાર છે. ડોકટરોને PPE પહેરતી અને ઉતારતી વખતે તેઓ પોતાના ચહેરાને પણ સ્પર્શ નથી કરી શકતા. એવામાં તમે પણ સંક્રમિત થઈ શકો છો. PPE સૂટ ઘણો મોંઘો છે. એવામાં તમે વારંવાર તેને બદલી ન શકો.
ભૂખા-તરસ્યા રહીને કામ કરવું પડે છે. ડોક્ટરોની શિફ્ટ શરૂ થતાં પહેલા ખાવાનું ખાઈ લઈએ છીએ. પાણી પી લઈએ છીએ અને ટોયલેટ પણ જઈ આવીએ છીએ. જેના કારણે અમારે ફરી PPE બદલવાની સ્થિતિ ઊભી ન થાય.
પોતાનો પરસેવો પણ લૂછી નથી શકતા અને અહીં કોઈ AC નથી ચાલતું. એવામાં તમે અંદાજો લગાવી શકો કે આવી ગરમીમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. મેડિકલ સ્ટાફ પરસેવામાં રેબઝેબ રહે છે, પરંતુ PPE પહેરવાના કારણે તેઓ પરસેવો પણ લૂછી શકતા નથી.
ડૉક્ટરોને ખાવાની પણ મુશ્કેલી પડે છે. જે કોરોના વોર્ડમાં કામ કરે છે તે પણ અન્ય દર્દીઓની સારવાર કરનારા ડૉક્ટરોની જોડે એક જ હોસ્ટેલમાં રહે છે. શિફ્ટ ખતમ થયા બાદ તે લોકો તાત્કાલિક સ્નાન કરીને કપડા બદલી લે છે. આ ઉપરાંત ડૉક્ટરોને ખાવાની પણ મુશ્કેલી થાય છે.
ડર તો ડોકટરોને પણ લાગે છે. અનેક મોટી સરકારી હૉસ્પિટલોમાં ચેન્જિંગ રૂમ પણ નથી. આ ઉપરાંત વોર્ડ બોયને PPE નથી આપવામાં આવતા. એવામાં ડૉક્ટરોને જ તમામ કામ જાતે કરવું પડ છે. ડોક્ટર પણ સામાન્ય માણસ જેવા જ છે.