કોરોનાથી બચાવમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને સૌથી મોટુ હથિયાર બતાવવામાં આવ્યુ છે. વાત પણ સાચી છે જ્યાં સુધી વેક્સની નથી ત્યાં સુધી કોરોનની સંક્રમણ ચેનને તોડવામાં સૌથી વધારે કારગર માસ્ક જ છે, પરંતુ માસ્કને નવી મુસીબત ઊભી કરી દીધી છે. ખાસકરીને સ્કિન માટે Maskne એટલે કે, માસ્ક લગાવવાથી મોટી પરેશાની. ખીલ, ડાઘ સિવાય પણ ઘણા પ્રકારની મુશ્કેલી. આ પ્રકારના હેન્ડ સેનિટાઈઝરે ત્વચા પર અસર દેખાડવાનો શરૂ કરી દીધો છે.
મતલબ વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો વપરાશ અમારી ત્વચાને તકલીફમાં નાખી રહ્યા છે. એવામાં તે લોકોને જેમણે પ્રોફેશનલ અથવા પર્સનલ રીઝનથી મેકઅપ પણ કરવો પડે છે અને માસ્ક પણ લગાવવો પડે છે. તે માટે તો આ મુસબીત બેવડી છે. આખરે તેમાં આ મુશ્કેલીનો ઉપાય શું છે ? કેવી રીતે માસ્ક અને હેન્ડસેનિટાઈઝરનો વપરાશ કરવો, ક્યાં માસ્કને પહેરવાથી તમારી પરેશાની વધશે નહી, આવ જાણીએ…
કોરોનાકાળમાં Maskne મુસીબત બની ગયો છે. સૌ પ્રથમ આવો જાણીએ કે, આ Maskne શું છે. MASK અને ACNE ને મળીને Maskne બનાવ્યુ છે. માસ્કની નીચે પરસેવો આવવાથી મુશ્કેલી થાય છે અને તેનાથી ખીલ, ડાઘ જેવી સમસ્યા થઈ શકે છે. ચેહરા પર બળતરાની સમસ્યા પણ થઈ શકે છે. તેને Maskne કહેવામાં આવે છે.
લાંબા સમય સુધી લગાવવાથી એલર્જી થઈ શકે છે. માસ્ક લગાવવાથી ખીલ, ડાઘનો ખતરો રહે છે. માસ્ક માટે એલાસ્ટિક બેન્ડથી કાન, નાકમાં પરેશાની થઈ શકે છે. સેનિટાઈઝરની સાઈડ ઈફેક્ટ્સની વાત કરીએ તો, તેનાથી શરીરના MICROBIOMEને નુકસાન થાય છે અને સારી એન્ટી બાયોટિક રેજિસ્ટેંટ બેક્ટિરીયા પણ મારી જાય છે. આ ગંદકી અને તેલ સાફ કરે છે. તેનાથી હાથની ત્વચા શુષ્ક થઈ શકે છે. તેની ગંધ મોઢામાં પહોંચવાથી ખતરનાક થઈ શકે છે. બીજા કેમિકલની સાથે રિએક્શન પણ થઈ શકે છે.
માસ્ક પહેરતા સમયે મેકઅપ ન લગાવો. ગરમી, ઉમસમાં મેક-અપ પરેશાની વધારશે. મેક-અપ લગાવવાથી ખીલ, ડાઘની સમસ્યા પણ હોય છે. જરૂરી હોય તો, ઓયલ ફ્રી પ્રોડક્ટ યૂઝ કરો. માસ્ક માટે ક્લીન શેવ રહો. માસ્ક લગાવવુ જરૂરી હોય તો, ક્લીન શેવ રહે. દાઢી વધારી રાખવા માટે ઈંફેક્શનનો ડર રહે છે. વાળની જડમાં ઈંફેક્શનનો ખતરો હોય છે. દાઢી રાખનારાઓને ઈંન્ફેક્શન વધારે થાય છે.
તે માટે ડૉક્ટરની દર્શાવવામાં આવેલી ક્રીમ વપરાશ કરો. ફેસવોશ ડૉક્ટરની સલાહથી જ લો. વધારે લેઅરવાળા માસ્કના પહેરો. કોટનવાલા માસ્ક જ પહેરો. અનફિટા માસ્ક પહેરવાથી બચો. પરસેવો આવવા પર માસ્ક બદલી દો. વેસલીન, પેટ્રોલીયમ જેલી લગાવો.