અત્યારે જ્યાં સમગ્ર દુનિયામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે પોતાની ઈમ્યૂનિટી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સ્ટ્રોન્ગ ઈમ્યૂનિટી ખૂબ જ જરૂરી છે. જેથી તમે જલ્દી બીમાર ન પડો. હાલ દેશમાં ઝડપથી કોરોનાનો સંક્રમણ ફેલાઈ રહ્યો છે ત્યારે ઈમ્યૂનિટીને સ્ટ્રોન્ગ કરવાના ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે.
જો તમે તમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માંગો છો તો આ ડ્રિંક તમને ખૂબ ઉપયોગી થઇ શકે છે,આ રોગો સામે લડવાની તાકાત વધારશે. હાલના લોકડાઉનના સમયમાં આ ડ્રિંક બનાવવાની સામગ્રી પણ તમને સરળતાથી મળી રહેશે. ચાલો જાણી લો કઈ રીતે આ ડ્રિંક તૈયાર કરવી.
આ ડ્રિંક બનાવવા માટે તમને જોઇશે
પાલક
બીટ
ટામેટા
પાણી
આદુ
પાલકનું પ્રમાણ વધુ રાખવું અને પાલક,બીટ,ટામેટા,આદુ અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું ક્રર્શ કરી લેવું ( જરૂર જણાય તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી શકો છો)
- સાવ સરળતાથી બની જતી આ ડ્રિંકમાં પાલકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- પાલકમાં ભરપૂર આયર્ન, મિનરલ્સ અને પોષક તત્વો રહેલાં છે.
- સાથે જ પાલક રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
- જો તમે રોજ રાતે સૂતા પહેલાં અથવા તો સવારે ઉઠીને આ ડ્રિંક પીશો તો તમારી ઈમ્યૂનિટી તો વધશે જ સાથે, સંક્રમણ અને વાયરસ સામે પણ રક્ષણ મળશે.