કાકડીએ ગરમીની ૠતુનો પાક છે. ભારતમાં સર્વત્ર જગ્યાએ કાકડી જોવા મળે છે. કાકડી રેતાળથી માંડીને ભારે ચીકણી જમીનમાં થાય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને તડકો સારા પ્રમાણમાં હોય ત્યાં કાકડીનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. ઉલ્લેખનીય છે કે, પાણીની અંદર કાકડી નાખીને પીવામાં આવે તો તે શરીરની અંદર રહેલા ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. કાકડી એ વિટામિન સી, મેંગેનીઝ, વિટામિન એ, મોલિબેડનમ, અને કેટલાક એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. વજનને ઉતારવામાં, બ્લડ પ્રેશરને ઘટાડવામાં, શરીરને હાઈડ્રેટ રાખવામાં, તેમજ હાડકાની હેલ્થને વધુ સારી બનાવવામાં કાકડી ઘણી ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત કાકડી કેન્સરને રોકવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કાકડીમાં મળેલી ડાયેટરી ફ્લેવોનોઇડ ફિસીટીન પ્રોસ્ટેટ કેન્સરની પ્રગતિને ધીમું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત દરરોજ કાકડીનું પાણી પીવું એ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે કેમકે કાકડીની અંદર વધુ સારા પ્રમાણમાં વિટામીન બી5 આવે છે. અને દરરોજ આ પાણી પીવાથી તે સ્કિનને અંદર અને બહાર બંને રીતે હેલ્ધી બનાવવામાં મદદ કરે છે.