કોરોના વાઈરસ ઉધરસ અથવા છીંકમાંથી નીકળતાં ડ્રોપલેટ દ્વારા ફેલાય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવી રહ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં તાપમાન વધવાથી સંક્રમણ નહીં ફેલાય.પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)દ્વારા કરવામાં આવતા રિસર્ચના સંશોધકોનું માનવું અલગ છે. તે ગરમ અને શુષ્ક આબોહવામાં પણ ફેલાય છે. જો કે, તેની અસર શિયાળા જેટલી નહીં હોય. શિયાળો આવતાની સાથે જ ચેપની શક્યતા વધી જશે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ વાઈરસનો સામનો કરવાની દરેક વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા હોતી નથી. તે મુખ્યત્વે ઉધરસ અથવા છીંકવાથી નીકળતા ડ્રોપલેટ્સથી ફેલાય છે.
ભીડ એક્ત્રીત ના કરવી
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેનાથી બચવા માટે તાપમાન વધવાની અથવા યોગ્ય સિઝન આવવાની રાહ ન જોવી જોઈએ. જાહેર સ્થળો જ્યાં એકસાથે વધારે લોકો ભેગા થતા હોય તેવી જગ્યાને બંધ કરવાથી ચેપના તાજા કેસોને રોકવામાં મદદ મળશે.
NIV દ્વારા વાઈરસ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે
પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV )એ કોવિડ-19ના વાઈરસ સ્ટ્રેનને આઈસોલેટ કર્યા છે. જાપાન, થાઇલેન્ડ,ચીન અને અમેરિકા જેવા કેટલાક અન્ય દેશોએ પણ આવું જ કર્યું છે. આ પ્રક્રિયામાં વાઈરસથી સંક્રમિત દર્દીના સેમ્પલને ટિશ્યૂ કલ્ચરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ લેબોરેટરીમાં તેની વૃદ્ધિનું નિરીક્ષણ કરવામાં આવે છે. તેને આઈસોલેશનથી ભવિષ્યમાં તેની ટેસ્ટ કીટ, રસી અને દવા બનાવવામાં મદદ મળશે. જો કે, રસી વિકસિત કરવામાં વધારે સમય લાગશે.
ICMRએ ટેસ્ટ લેબની સંખ્યા વધારી
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ટેસ્ટ માટે લેબની સંખ્યા 51થી 63 કરી દીધી છે. પ્રથમ ટેસ્ટની પુષ્ટિ માટે સેકન્ડરી ટેસ્ટ માત્ર પુણેની NIVમાં કરવામાં આવતો હતો. હવે આ સુવિધા દેશના અન્ય 31 લેબમાં પણ શરૂ કરવામાં આવી છે. ICMRના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અત્યારે સંક્રમણ અટકાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.