કોરોના વાયરસનાં કારણે વિશ્વમાં હાહાકારની પરિસ્થિતિ છે. હજારો લોકો કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રસીને માણસો પર ટ્રાયલ કરવામાં આવશે અને હવે આ ટ્રાયલનો પ્રથમ તબક્કો શરુ થઇ રહ્યો છે.
કોરોના વાયરસની અત્યાર સુધી કોઈ રસી શોધાઈ નથી. વિશ્વમાં વિવિધ સંસ્થાઓ આ કામ કરવા માટે મથી રહી છે. ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી પણ આ કામમાં જોડાયું છે. ઓક્સફર્ડ દ્વારા જ તંદુરસ્ત માણસો પર સ્ક્રિનિંગ શરુ કરી દેવામાં આવી હતી.
માણસોને બચવવા માટે અત્યાર સુધી કોઈ જ વેક્સિન શોધાઈ નથી એવામાં આ પહેલાં પણ એક વેક્સિન એવી હતી જે ટ્રાયલનાં પહેલાં તબક્કામાં પહોંચી ગઈ હોય. હવે ઓક્સફર્ડની આ રસી મનુષ્યમાં ટ્રાયલનાં પ્રથમ તબક્કામાં પહોંચી છે જેની જાણકારી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી હતી.
સૌથી મહત્વની વાત છે કે આ રસીના સંશોધનમાં મૂળ ભારતીય લોકો પણ જોડાયેલા છે.મળતી માહિતી મુજબ ઓક્સફર્ડની સાથે સમજૂતી કરીને રોકી માઉન્ટેન લેબોરેટરી અને ‘CSIROxbridge Consortium’ પણ રસી પર કામ કરી રહી છે જેનું સંચાલન મૂળ ભારતનાં હાલ ઓસ્ટ્રેલિયાનાં પ્રોફેસર એસ એસ વાસન કરે છે.
આ રસીનાં સંશોધન માટે 18થી 55 વર્ષનાં માણસો પર ટ્રાયલ કરવામાં આવશે. આ ટ્રાયલ બાદ કોરોના વાયરસની રસી માટે વધુ માહિતી મેળવી શકાશે. સંશોધકો જો આ ટ્રાયલમાં સફળ થાય છે વહેલામાં વહેલી તકે તેના ડોઝ તૈયાર કરવામાં આવશે.
પરીક્ષણથી થશે આ ફાયદો
આ ટીમ 18થી 55 વર્ષની ઉંમરની સ્વસ્થ વ્યક્તિઓ પર પરીક્ષણ કરશે અને જો તેઓ આ સ્ક્રીનિંગમાં સફળ થયું તો તેઓ આ નવી ChAdOx1 nCoV-19 રસીના પરિક્ષણમાં પાસ થનાર પ્રથમ હશે. આ ટ્રાયલથી રસીને લગતા સેફ્ટી પરિબળો વિશેની માહિતી તો મળશે જ સાથે સાથે કોરોના વાયરસ સામે લડવા માટે આ રસી કેટલી સક્ષમ છે તે પણ જાણવા મળશે.