દેશભરમાં કોરોના વાયરસે વિકરાર સ્વરૂપ ધારણ કર્યુ છે,ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે,ગુજરામાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. કુલ કેસ 1272 છે જેમાંથી એકલા અમદાવાદમાં જ 765 કેસ નોંધાઈ ચુક્યા છે. આ જ અમદાવાદ ભારતમાં પણ સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતો 3જા નંબરનું શહેર બન્યુ છે. મુંબઈ અને ઈન્દોર બાદ અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ 17
અમદાવાદમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ 17મી માર્ચના નોંધાયો હતો. એક મહિના બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 765 પર પહોંચી છે અને 30 દિવસમાં 25 લોકોના મોત થયા છે. અમદાવાદ કોરોના પોઝિટિવ જિલ્લાઓમાં નંબર 3 પર છે. અમદાવાદ પહેલા મુંબઈ અને ઈન્દોરનો નંબર આવે છે. અમદાવાદ જયપુર, પૂણેને પાછળ છોડીને કોરોના પોઝિટવ કેસમાં નંબર 3 પર પહોંચી ગયુ છે.
અમદાવાદની સ્થિતિ ચિંતાજનક

ગુજરાતની શું છે સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસનું સંકટ ઘેરૂ બન્યુ છે. કુલ આંકડો 1272 પર પહોંચી ગયો છે જ્યારે મોતનો આંકડો 48 પર પહોંચી ચુક્યો છે. છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડા ખુબ ચોંકાવનારી રીતે વધી રહ્યા છે.