રાજ્યમાં કોરોનાના કેસ દિવસે- દિવસે વધી રહ્યા છે.ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોડકદેવ ઝોનના અધિકારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેને પગલે અધિકારી સાથે કામ કરતા 13થી વધુ કર્મીઓને ક્વોરોન્ટાઈન કરાયા છે. અમદાવાદમાં કોરોના વકર્યો છે. હવે હેલ્થ કર્મચારી, મનપા કર્મચારી અને પોલીસકર્મી પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોડકદેવ ઝોનના અધિકારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેને પગલે અધિકારી સાથે કામ કરતા 13થી વધુ કર્મીઓને ક્વોરોન્ટાઈન કરાયા છે.
AMCના એપેડેમિક કામગીરી ખોરવાઇ ગઈ છે. એપેડેમિકના 12 જેટલા વ્યક્તિને કરાયા ક્વોરન્ટાઇન. ક્વોરન્ટાઇનની જગ્યા પર જ ઓફિસ બનાવી કામગીરી કરવા સુચના આપવામાં આવી. પોઝિટિવ ઓપરેટર સતત DYHO સાથે હોવાથી તેમને પણ ક્વોરન્ટાઇન કરાયા. ડેપ્યુટિ હેલ્થ ઓફિસર પણ ક્વોરન્ટાઇન થયા છે.
જમાલપુરમાં આરોગ્યભવનમાં કાર્યરત કર્મચારી પણ કોરોના પોઝિટિવ
અમદાવાદમાં મહાનગરપાલિકાના કર્મચારીનો કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. શહેરના જમાલપુરમાં આરોગ્યભવનમાં કાર્યરત કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યું. ત્યારે હવે કર્મચારી સાથે કામ કરતા 13 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે.
અમદાવાદમાં આજે કોરોનાના વધુ 42 પોઝિટિવ કેસ
અમદાવાદના જુહાપુરા, જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, બોડકદેવ, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુર વિસ્તારમાં કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. અમદાવાદમાં દર્દીઓની સંખ્યા વધીને 492 થઈ છે. અને આજે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત નોંધાયુ છે.