કોરોનાને લઈને અનેક રિસર્ચ હાલમાં થઈ ચૂક્યા છે. જાહેર કરાયેલા એક રિસર્ચના આધારે કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીમાં ઈમ્યુનિટી થોડા મહિનામાં ખોવાઈ શકે છે. એન્ટીબોડીઝ પર અલગ અલગ દેશ દ્વારા કરાયેલા આ સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમણના ખતરાને ઘટાડવા માટે જે એન્ટીબોડીઝ શરીરમાં બને છે તે થોડા સમય બાદ ખતમ થઈ જાય છે. આ સ્થિતિમાં દર્દીને ફરીથી કોરોના થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે જ્યારે દર્દીના શરીરમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે ત્યારે તેની બાદ લગભગ 3 અઠવાડિયા સુધી શરીરમાં એન્ટીબોડી વધારે પ્રમાણમાં રહે છે અને સતત નવા એન્ટીબોડીઝ બનતા જ રહે છે. આ એન્ટીબોડીઝ વધારે સમય સુધી જીવિત રહેતા નથી. આ કારણે જે વ્યક્તિને એક વખત કોરોના થયો હોય છે તે ફરીથી સંક્રમિત થાય તેવી શક્યતા વધી જાય છે.
3 મહિના બાદ ફક્ત 16.7 ટકા લોકોના જ શરીરમાં એન્ટીબોડી સાજા થયા બાદ પણ કાયમ રહ્યા છે. 90 દિવસ બાદ પણ જો કોઈ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી મળ્યા નથી. જ્યારે શરીર કોઈ બહારના વાયરસનો સામનો કરે છે ત્યારે કોશિકાઓ એકત્રિત થઈને વાયરસને ટ્રેક કરે છે અને પછી તેનાથી લડે છે.
આ સિવાય કોરોના વાયરસથી સંક્રમિત દર્દી જ્યારે આ બીમારીથી સાજો થાય છે ત્યારે એટલે કે તેના ટેસ્ટ નેગેટિવ આવે ત્યાર બાદ પણ લગભગ 2 અઠવાડિયા સુધી તેના શરીરમાં આ વાયરસ હાજર રહે છે. જે અન્ય વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે.